સોના સાથે વેપારી દિલ્હી એરપોર્ટથી રાજકોટ પહોંચ્યો તેની પડદા પાછળની કહાની

  • July 17, 2021 05:10 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

અમૃતસરનાં સુખવિંદરસિંઘે રાજકોટ એરપોર્ટ પર પગ મુકતાની સાથે જ રાજકોટ આઇટી વિભાગે દબોચી લીધો: જીએસટી બિલ અને દસ્તાવેજોની ખરાઇ કરી પેસેન્જરને મુકત કર્યેારાજકોટ એરપોર્ટ પરથી ગઇકાલે દોઢ કિલો સોનાની સાથે અમૃતસરના સુખવિંદરસિંગને ઇન્કમટેકસ વિભાગે પકડીને તપાસ શરૂ કરી હતી. મોડી રાત સુધી ઇન્વેસ્ટીગેશન વિંગની તપાસના અંતે આ વેપારીએ દોઢ કિલો સોનાના બિલ અને અન્ય દસ્તાવેજો રજૂ કરી દેતાં તેને છોડી મુકવામાં આવેલ છે.

 


મળતી વિગત મુજબ એરપોર્ટ પર ઇન્કમટેકસ વિભાગે દિલ્હીથી એવી માહિતી આપવામાં આવી હતી કે, એર ઇન્ડિયાની ફલાઇટમાં અમૃતસરના પેસેન્જર પાસે દોઢ કિલો સોનું છે. આ બાતમીના આધારે ઇન્વેસ્ટીગેશનની વિંગ ફલાઇટ લેન્ડ થાય તે પહેલા પહોંચી ગઇ હતી અને પેસેન્જર ઉતરતાની સાથે જ તેને રાઉન્ડમાં લઇ પુછપરછ શરૂ કરી હતી. આ સમાચાર મળતાની સાથે જ સોની બજારમાં પણ ભારે ચર્ચાઓ ઉભી થઇ હતી કે, લાખો રૂપિયાનું સોનું કયા વેપારીનું છે ? આજ સવાર સુધી આ બાબતે ભારે ચર્ચા અને સવાલો ઉભા થયા હતાં જેનો અતં આવ્યો છે.

 


અમૃતસરનો આ પેસેન્જર દિલ્હી એરપોર્ટના સિકયુરીટી ચેકિંગમાંથી કઇ રીતે ગોલ્ડ લઇને ફલાઇટ સુધી પહોંચી ગયો ? આવા સવાલો સાથે અનેક તર્ક વિતર્કેા પણ ઉભા થયા હતાં. ઇન્કમટેકસ વિભાગની કામગીરીને લઇને પણ અનેક શંકાઓ પણ ઉભી થઇ હતી. દરમિયાન નિયમો અનુસાર આવેલી માહીતીમાં જાણવા મળ્યું હતું કે, આ પેસેન્જરે પોતાની પાસે રહેલી હેન્ડ બેગમાં જ આ ગોલ્ડ રાખ્યું હતું. દિલ્હી એરપોર્ટમાં ચેકિંગ સમયે સિકયુરીટી દરમિયાન તેની પુછપરછ કરાઇ તેમાં તેણે જણાવ્યું હતું કે, આ માલ તેણે પોતે ખરીદેલો છે, ત્યારબાદ સિકયુરીટીએ ઇન્કમટેકસ વિભાગને જાણ કરી હતી.

 

 

દિલ્હીના આઇટીની ટીમે પુછપરછ કરી દસ્તાવેજોની ચકાસણી કર્યા બાદ પણ તેમને શંકા હોવાથી રાજકોટ ઇન્કમટેકસને આ અંગેના ઇનપુટ આપ્યા હતાં આથી પેસેન્જર રાજકોટ એરપોર્ટ પર પહોંચ્યો તે પહેલા જ આઇટી વિભાગે દબોચી લીધો હતો. નિયમ અનુસાર આવા સંજોગોમાં શંકાસ્પદ પેસેન્જરને જો દિલ્હી એરપોર્ટ પર જ રોકી દેવામાં આવે અને તે ફલાઇટ ચુકી જાય તો તેનું ભાડું એરપોર્ટ ઓથોરિટી કે ઇન્કમટેકસ નથી ચૂકવતું અને આવા કિસ્સામાં જે તે શહેર સુધી તેનો પ્રવાસ અટકાવાતો નથી પણ જયાં જઇ રહ્યો છે ત્યાંના આઇટી વિભાગને ખરાઇ કરવા જાણ કરવામાં આવે છે.

 


આઇટીના સૂત્રોમાંથી મળતી માહિતી મુજબ સુખવિંદરસિંઘની પુછપરછ કર્યા બાદ આ સોનું પોતે ખરીદેલું છે અને રાજકોટ વેચાણ માટે આવેલ છે. જેના જીએસટી બીલ સહીતના દસ્તાવેજો થોડા સમયમાં જ તેણે રજૂ કરી દેતાં ગોલ્ડ સાથે આ પેસેન્જરને જવા દેવાયો હતો.

 


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  99251 12230  

View News On Application
RELATED NEWS