પુરુષોમાં રહેલી આ સમસ્યાનો રામબાણ ઈલાજ બીટરૂટ

  • October 28, 2020 02:04 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


બીટરૂટનો ઉપયોગ મોટા ભાગના લોકો સલાડ તરીકે કરતા હોય છે પરંતુ કેટલાક લોકો તેના વિવિધ પ્રકારના ઉપયોગ પણ કરતા હોય છે. જેને લોહીવર્ધક તરીકે પણ ઓળખવામાં આવે છે.


બીટરૂટમાં આયરનની માત્રા વધારે પ્રમાણમાં હોય છે.જે લોકોના શરીરમાં લોહીની ઉણપ હોય કે એનિમિયા નો શિકાર હોય તે લોકોને તબીબો દ્વારા બીટરૂટ ખાવાની સલાહ આપવામાં આવતી હોય છે.


બીટ રૂટ ખાવાથી પાચન શક્તિ સારી રહે છે કારણ કે તેમાં બહોળા પ્રમાણમાં ફાઈબર રહેલા હોય છે. આ ઉપરાંત પુરુષોને યૌન સમસ્યામાં પણ મદદગાર નીવડે છે.


પુરુષોમાં જો ઇરેક્ટાઇલ ડિસફંક્શનની સમસ્યા નિયમિત રીતે થતી હોય તો તેના માટે હાઈ બ્લડપ્રેશર જવાબદાર છે. આ વખતે બીટરૂટ ખાવાથી ફાયદો થાય છે.


વર્ષ 2014માં થયેલા એક અભ્યાસ પ્રમાણે રોજ એક કપ બીટરૂટનું જ્યુસ પીવાથી બ્લડ પ્રેશર ઓછું રહે છે. નિયમિત રીતે બીટનું જ્યુસ પીવાથી બ્લડ પ્રેશરમાં ફાયદો થાય છે.


એનિમિયાના દરદીઓના શરીરમાં હિમોગ્લોબિન બનવાનું ઘટી જતું હોય છે. ત્યારે બીટરૂટમાં આયર્ન ભરપૂર માત્રામાં હોય છે, જે શરીરમાં હિમોગ્લોબીન વધારવામાં મદદ કરે છે.


એનીમિયાના દર્દીઓને નસોમાં ઓક્સિજનનો સંચાર ઘટી જતું હોય છે જેના કારણે થાક,શ્વાસ લેવામાં તકલીફ, ચક્કર આવવા જેવી અનેક સમસ્યાઓ થઈ શકે છે. 


સગર્ભા સ્ત્રી માટે બીટરૂટનું સેવન ઘણું બધું ફાયદાકારક ગણવામાં આવે છે તેની અંદર અનેક પોષક તત્વો રહેલા હોય છે જેના કારણે મહિલાના ગર્ભમાં ઉછરી રહેલા શિશુનો સર્વાંગી વિકાસ કરવા માટે મદદગાર નીવડે છે.


ફોલિક એસિડનો મહત્વપૂર્ણ સ્ત્રોત એટલે બીટરૂટ. ગર્ભસ્થ શિશુના વિકાસ માટે આ તત્વ ખૂબ જ મહત્વપૂર્ણ માનવામાં આવે છે.


સગર્ભા સ્ત્રી દ્વારા રોજિંદા જીવનમાં બીટરૂટનુ સેવન કરવામાં આવે તો બાળકના મસ્તિષ્કનો વિકાસ યથાયોગ્ય રીતે થાય છે, તેની સાથે બાળકની અંદર ટીશ્યુનું પણ નિર્માણ પણ ઝડપથી થતું હોય છે.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  99251 12230  

View News On Application
RELATED NEWS