સાધના કોલોની ઇમારત દુર્ઘટનામાં મૃતકોના પરિવારજનો તથા ઇજાગ્રસ્તોને કુલ રૂ.૧૪,૫૦,૦૦૦ની સહાય મંજૂર 

  • July 17, 2023 04:24 PM 

સાધના કોલોની ઇમારત દુર્ઘટનામાં મૃતકોના પરિવારજનો તથા ઇજાગ્રસ્તોને કુલ રૂ.૧૪,૫૦,૦૦૦ની સહાય મંજૂર 

મુખ્યમંત્રીના રાહતફંડ માંથી દુર્ઘટનામાં મૃત્યુ પામેલ ત્રણ વ્યક્તિઓના પરિવારજનોને  મૃતક દીઠ રૂ.૪ લાખ તેમજ પાંચ ઇજાગ્રસ્તોને વ્યક્તિદીઠ DBTના માધ્યમથી રૂ.૫૦હજારનું ચુકવણું કરાશે 


સાંસદ પૂનમ માડમે મૃતકોના પરિજનોના ઘરે જઈ સાંત્વના પાઠવી તેમની રજૂઆતો સાંભળી 

જામનગરના સાધના કોલોની વિસ્તારમાં આવેલ ઇમારત ગત તા.૨૩-૬-૨૦૨૩ના રોજ સાંજના સમયે ધરાશાઈ થઈ હતી. જેમાં ત્રણ વ્યક્તિઓના મૃત્યુ થયા હતા. તેમજ પાંચ લોકો ઇજાગ્રસ્ત થયા હતા. આ દુર્ઘટનામાં મૃત્યુ પામનાર ત્રણ લોકોના વારસદારોને  મુખ્યમંત્રીશ્રીના રાહત ફંડમાંથી પ્રતિ મૃતક દીઠ રૂ.૪ લાખની તેમ કુલ રૂ.૧૨લાખની સહાય અને ઇજા પામનાર પાંચ ઇજાગ્રસ્તોને વ્યક્તિદીઠ રૂ.૫૦હજાર એમ કુલ રૂ.૨લાખ ૫૦હજારની સહાય મંજૂર કરી દેવામાં આવી છે. આ સહાય તેમના બેન્ક ખાતામાં DBTના માધ્યમથી જમા કરવામાં આવશે. 

આજે રોજ સાંસદ પૂનમબેન માડમે સાધના કોલોની ન્યુ હાઉસિંગ બોર્ડ ખાતે મૃતકોના પરિવારજનો અને ઇજાગ્રસ્તોના પરિવારજનો સાથે મુલાકાત કરી હતી. અને તેમણે સાંત્વના પાઠવી હતી. ઘરના મુખ્ય વ્યક્તિનું મૃત્યુ થતા તેમની ખોટ પૂરી થઈ શકે નહિ પરંતુ તેમના પરિવારજનોને આર્થિક રીતે મદદરૂપ થવા માટે સરકાર દ્વારા સહાય આપવામાં આવી છે. સાંસદએ મૃતકોના પરિવારજનો તેમજ બાળકો સાથે વાતચિત કરી તેઓને જરૂર પડે ત્યારે મદદરૂપ થવા જણાવાયું હતું. તેમજ ઇજાગ્રસ્તો જલ્દીથી સ્વસ્થ થાય તેવી કામનાઓ વ્યક્ત કરી હતી. 

આ મુલાકાત દરમિયાન સાંસદ પૂનમબેન સાથે મેયર બીનાબેન કોઠારી, ધારાસભ્યો  દિવ્યેશભાઈ અકબરી, મેઘજીભાઈ ચાવડા, અગ્રણી ડો. વિમલભાઈ કગથરા, મામલતદાર વિપુલભાઈ સાકરીયા તેમજ અન્ય અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા. 



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application