સુરત  સિવિલ હોસ્પિટલના સ્ટેમસેલ બિલ્ડિંગમાં કોરોના વાઈરસની 250 બેડની હોસ્પિટલ તૈયાર

  • October 28, 2020 11:34 AM 

સુરત  સિવિલ હોસ્પિટલના સ્ટેમસેલ બિલ્ડિંગમાં કોરોના વાઈરસની 250 બેડની હોસ્પિટલ તૈયાર થઈ ગઈ છે. આજે રાજ્યકક્ષાના આરોગ્યમંત્રી કુમાર કાનાણીએ મુલાકાત લઈ નિરીક્ષણ કર્યું હતું. દરમિયાન કુમાર કાનાણીએ જણાવ્યું હતું કે, કોરોના વાઈરસની 500 બેડની હોસ્પિટલ તૈયાર કરવાની છે. જેમાંથી 250 બેડની તૈયાર થયેલી હોસ્પિટલને આવતીકાલે સાંજ સુધીમાં ખુલી મૂકી દેવામાં આવશે.
વેન્ટિલેટરની સુવિધા પણ કરાઈ રહી છે
રાજ્યકક્ષાના આરોગ્યમંત્રી કુમાર કાનાણીએ જણાવ્યું હતું કે, ગ્રાઉન્ડ +ફર્સ્ટ ફ્લોર પર 250 બેડની હોસ્પિટલ તૈયાર કરાઈ છે. સતત 72 કલાકની કામગીરી બાદ હોસ્પિટલ ઉભી કરાઈ છે. વેન્ટિલેટરની સુવિધા પણ કરાઈ રહી છે. ગાંધીનગર સુધી તમામ જરૂરી માહિતી પહોંચાડી વસ્તુઓ મંગાવવામાં આવી રહી છે. સ્ટાફની પણ સંપૂર્ણ સુવિધા કરી દેવાઈ છે. જેથી આવતી કાલે સાંજ સુધીમાં હોસ્પિટલ શરૂ કરી દેવાશે. કોરોના વાઈરસની મહામારીનો ભોગ ન બને એ માટે PM મોદી અપીલ કરી રહ્યા છે. 21 દિવસનો લોકડાઉનનો અમલ જ સાવચેતી છે.
કામગીરી યુધ્ધના ધોરણે હાથ ધરવામાં આવી
બિલ્ડિંગમાં યુધ્ધના ધોરણે કામગીરી કરવામાં આવી. જેમાં ઓક્સિજન અને આઇસીયુ માટે જરૂરી પાઈપ લાઈન, હોસ્પિટલમાં દર્દીને લઈ જવા માટે રેમ્પ તેમજ હોસ્પિટલ સુધી પહોંચવા માટે રોડની કામગીરી કરવામાં આવી હતી. શહેરીજનો માટે હાલના તબક્કે જ્યારે આ હોસ્પિટલ અત્યંત જરૂરી હોય ત્યારે તેના માટે ખાનગી સંસ્થાઓ પણ આગળ આવી રહી છે અને કામગીરી માટે મદદરૂપ થઈ રહી છે.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  99251 12230  

View News On Application
RELATED NEWS