બ્યુટીના આ ટ્રેન્ડ નજીકના ભવિષ્યમાં જોવા નહીં મળે

  • October 28, 2020 11:34 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

 

વર્ષ 2010થી કેટલાક એવા બ્યુટી ટ્રેન્ડસ  આવ્યા હતા કે જેને દરેક વ્યક્તિ ફોલો કરી રહી હતી પરંતુ કેટલાક સમય બાદ તે  ફીક્કા પડવા લાગ્યા હતા. આવો જાણીએ તેના વિશે.

 

બેડ ટેનિંગ

 

આ મસાજની શરૂઆત 2010માં થઈ હતી જે બોડીને રિલેક્સ કરે છે, જેના કારણે નુકસાન પણ થાય છે, તેની જગ્યાએ લોકોમાં સ્કીન કેન્સરનો ખતરો વધવા લાગ્યો હતો. ધીરે ધીરે લોકો તેનો ઉપયોગ નકારી રહયા છે અને ૨૦૨૦માં તે સંપૂર્ણ રીતે ખતમ થઇ જશે.

 

ઘટ્ટ આઇલાઇનર

 

બોલ્ડ લુક મેળવવા માટે આઈલાઈનર લગાવવાનો ટ્રેન્ડ શરૂ થયો હતો, સેલિબ્રિટી થી લઈને દરેક વ્યક્તિએ આ ટ્રેન્ડ ખૂબ જ પસંદ કર્યો હતો, અને બધાએ ફોલો કર્યો હતો, સેલીબ્રીટી મેકઅપ આર્ટિસ્ટ શું કહેવું છે કે આગામી દિવસોમાં લોકો પૂર્ણ રીતે ઘાટું આઈલાઈનર લગાવવાનો બંધ કરી દેશે.

 

ગ્લીટર આઇશેડો

 

આંખોની સુંદરતા વધારવા માટે ગ્લીટર આઈશેડો ની ફેશન પણ કેટલાક સમયથી શરૂ કરવામાં આવી હતી, તેને યોગ્ય રીતે લગાવવું  એક કલા છે, જરાક અમથી લાપરવાહીથી આંખોને નુકસાન પણ થઈ શકે છે ગ્લીટરનો ટ્રેન્ડ પાછલા કેટલાક વર્ષોમાં ઓછો થઈ ગયો છે.

 

ફેશિયલ ઓઈલ

 

ફેસિયલનો ઉપયોગ ચહેરા પર ખીલ, સોજો અને બળતરા જેવી સમસ્યાઓમાંથી છુટકારો અપાવવા માટે કરવામાં આવ્યો હતો. કેટલાક લોકોનું કહેવું છે કે ફેશિયલ બેક્ટેરિયલ ઈન્ફેક્શનને વધારે છે.

 

નેગેટિવ સ્પેસ આઇલાઇનર

 

નેગેટીવ સ્પેસ આઈ લાઈનર નું  ચલણ ફેલાવવાનું  સંપૂર્ણ શ્રેય ડલ અને એક્ટ્રેસ ને જાય છે, આ લુકને ખાસ મોકા પર જ ટ્રાય રવામાં આવે છે, જો કે વધારે પડતી મહિલાઓને  આઇલાનર લગાવવાની આ પદ્ધતિ પસંદ આવી ન હતી આ માટે તેનો ફ્રેન્ડ સંપૂર્ણ ખતમ થઇ જશે.


ગ્લીટર હાઈલાઈટર

 

ગ્લીટ રહાઈલાઈટરનું ચલણ પણ કેટલાંક વર્ષોથી ઓછું થયું છે, તેનો ઉપયોગ ખાસ રીતે ફોટોશૂટ અને ટીવીસ્ક્રીન સુધી સીમિત રહી ગયો હતો. રૂટિનમાં મહિલાઓ ગ્લીટર હાઈલાઈટર લગાવવાનું પસંદ કરતી નથી.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  99251 12230  

View News On Application
RELATED NEWS