યુવક-યુવતીઓની આ ફેશન વધારે છે કોરોના વાયરસનું જોખમ

  • March 30, 2020 11:29 AM 2237 views

 

આજકાલ યુવકોમાં લાંબી દાઢી અને યુવતીઓમાં લાંબા નખની ફેશન વધી છે. જો કે હાલની સ્થિતિમાં આ બંને આદત કે ફેશન કોરોના વાયરસને ખુલ્લું આમંત્રણ બની શકે છે. આ અંગે તાજેતરમાં થયેલી એક રિસર્ચમાં સામે આવ્યું છે કે લાંબી દાઢી અને મુછથી કોરોના વાયરસના ચેપ લાગવાની શક્યતા વધી જાય છે. આ સાથે જ લાંબા નખ પણ તમને કોરોનાગ્રસ્ત બનાવી શકે છે. 

 

એક રિસર્ચમાં સામે આવ્યું છે કે દાઢીના કારણે માસ્ક ફેસ પર ચુસ્ત રીતે ગોઠવાતું નથી અને તેના કારણે સંક્રમણ ફેલાવાની શક્યતા વધી જાય છે. આ ઉપરાંત લાંબા નખમાં પણ બેક્ટેરિયા અને વાયરસ એકત્ર થાય છે અને જે સરળતાથી શરીરની અંદર પ્રવેશી શકે છે. આવી સ્થિતિમાં કોરોનાનો ચેપ લાગવાની શક્યતા પણ વધી જાય છે. 


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  9978984740  

View News On Application