આ નિયમોથી મહેન્દ્રસિંહ ધોની બની શકશે ટીમ ઇન્ડિયાનો હેડ કોચ ?

  • September 11, 2021 01:04 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

BCCIએ ભારતના ભૂતપૂર્વ કેપ્ટન મહેન્દ્ર સિંહ ધોનીને ટી 20 વર્લ્ડ કપ 2021 માટે ટીમના માર્ગદર્શક તરીકે જાહેર કર્યો છે. ભલે ધોનીએ ઇન્ટરનેશનલ ક્રિકેટમાંથી નિવૃત્તિ લઈ લીધી હોય તો પણ તે ટીમ સાથે જોવા મળશે. એવું કહેવાય છે કે ધોનીની હાજરી ટીમનું અને તમામ ખેલાડીઓનું મનોબળ વધારશે. 

 

મહેન્દ્ર સિંહ ધોનીને ટીમ ઈન્ડિયાના મેન્ટોર તરીકે નિમણૂક કરવામાં આવી છે. પરંતુ માહી આવનારા અમુક વર્ષો સુધી હેડ કોચ બની શકે તેવા એંધાણ દેખાતા નથી. રવિ શાસ્ત્રી હાલમાં ટીમ ઇન્ડિયાના મુખ્ય કોચ છે અને તેમનો કાર્યકાળ આ વર્ષે ટી 20 વર્લ્ડ કપ બાદ સમાપ્ત થઈ રહ્યો છે. 

 

BCCIના એક અધિકારીના જણાવ્યા અનુસાર, 'ધોની મેન્ટોર બનવા માટે સંમત થયા છે પરંતુ તે ટીમના મુખ્ય કોચ બનવા માંગતા નથી.' તેની પાછળ એક કારણ એ પણ જાણવા મળે છે કે જે માણસ ટીમનો કોચ  બને તો પછી તે બીજી કોઈ જગ્યા પર રમી ના શકે. મહેન્દ્ર સિંહ ધોનીએ પણ ટીમ ઇન્ડિયાના મુખ્ય કોચ બનવા માટે IPL છોડવી પડશે. 

 

આ એક નિયમને કારણે થોડા વર્ષો સુધીતો માહીને ટીમ ઇન્ડિયાના કોચ તરીકે જોવું થોડું અઘરું છે. મહેન્દ્ર સિંહ ધોનીએ 15 ઓગસ્ટ 2020ના રોજ આંતરરાષ્ટ્રીય ક્રિકેટને અલવિદા કહ્યું. આ પછી ધોની હવે માત્ર IPL માં જ રમતા જોવા મળે છે.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  99251 12230  

View News On Application
RELATED NEWS