BCCIએ આઈપીએલની વિજેતા ટીમોની ઈનામની રકમ પર ફેરવી કાતર, જાણો કેટલો કર્યો ઘટાડો

  • March 04, 2020 12:05 PM 202 views

બીસીસીઆઈએ આઈપીએલની ઈનામી રકમમાં ધરખમ ઘટાડો કર્યો છે. આ અંગે બીસીસીઆઈએ તમામ ટીમને સરક્યુલર મોકલી જાણ પણ કરી દીધી છે. ઈનામી રકમમાં 2019ના પ્રમાણમાં મોટો ઘટાડો કર્યો છે. આઈપીએલમાં વિજેતા થનાર ટીમને 20 કરોડના બદલે હવે માત્ર 10 કરોડ રુપિયા જ મળશે. 

 

બીસીસીઆઈ અનુસાર ખર્ચમાં ઘટાડો કરવાની પ્રક્રિયાના ભાગરુપે ઈનામી રકમમાં પણ ઘટાડો કરવામાં આવ્યો છે. હવે ચેમ્પિયન ટીમને 20 કરોડને બદલે 10 કરોડ અને રનર અપ ટીમને 12 કરોડ 15 લાખના બદલે 6 કરોડ 25 લાખ રુપિયા આપવામાં આવશે. જ્યારે ક્વોલીફાયરમાં હારશે તે બે ટીમને હવે 4 કરોડ 37 લાખ 50 હજાર રુપિયા ઈનામ તરીકે મળશે.  


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  9978984740  

View News On Application