4.2ની તીવ્રતાના ભૂકંપના કારણે ફરી ધ્રુજી ઉઠી બંગાળની ખાડી

  • November 07, 2023 11:28 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

નેશનલ સેન્ટર ફોર સિસ્મોલોજીના ડેટા મુજબ ખાડીમાં 10 કિલોમીટરની ઊંડાઈએ હતું કેન્દ્રબિંદુ


આજે વહેલી સવારે બંગાળની ખાડીમાં ભૂકંપના તીવ્ર આંચકા અનુભવાયા હતા. આ ભૂકંપના આંચકા સવારે ૫.૩૨ કલાકે આવ્યા હતા. નેશનલ સેન્ટર ફોર સિસ્મોલોજી અનુસાર, આ ભૂકંપનું સ્થાન બંગાળની ખાડીમાં ૧૦ કિલોમીટરની ઊંડાઈએ હતું. કેન્દ્ર દ્વારા જાહેર કરવામાં આવેલી તસવીરમાં મુજબ ભૂકંપનું કેન્દ્ર આંદામાન નિકોબાર ટાપુઓથી દૂર દેખાઈ રહ્યું છે. આ ભૂકંપમાં જાનમાલના નુકસાનના કોઈ સમાચાર નથી.


ગતરોજ (૬ નવેમ્બર), દિલ્હી-એનસીઆર સહિત ઉત્તર ભારતમાં ભૂકંપના તીવ્ર આંચકા અનુભવાયા હતા. દિલ્હી-એનસીઆર ઉપરાંત યુપી, બિહાર, ઉત્તરાખંડ, હરિયાણા જેવા રાજ્યોમાં પણ ભૂકંપના જોરદાર આંચકા અનુભવાયા હતા. ઉત્તર ભારતમાં સતત ભૂકંપના આંચકા અનુભવાઈ રહ્યા છે. સોમવારે આવેલો ભૂકંપ એવા સમયે આવ્યો હતો જ્યારે શુક્રવારે રાત્રે જ લોકોને આંચકાનો સામનો કરવો પડ્યો હતો. જો કે આ વખતે ભૂકંપના આંચકાની તીવ્રતા ઓછી રહી છે.


નેપાળના પશ્ચિમ ભાગમાં જાજરકોટ અને તેની આસપાસના વિસ્તારોમાં ૫.૮ની તીવ્રતાનો ભૂકંપ આવ્યો હતો, જેના કારણે ઉત્તર ભારતમાં પણ તેના આંચકા અનુભવાયા હતા. શુક્રવારે રાત્રે જ અહીં ભૂકંપ આવ્યો હતો, જેમાં ૧૫૩ લોકોએ જીવ ગુમાવ્યા હતા. નેપાળમાં ભૂકંપના આંચકાથી મોટા પાયે નુકસાન થયું છે. આ ભૂકંપના આંચકા દિલ્હી સુધી પણ અનુભવાયા હતા.




લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application