નોટબંધી વખતના CCTV ફૂટેજ સાચવજો, બેન્કોને આદેશ

  • June 09, 2021 12:03 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયાએ બેંકોને કહ્યું છે કે તેઓ ૮ નવેમ્બર ૨૦૧૬થી લઈને ૩૦ ડિસેમ્બર ૨૦૧૬ સુધીના પોતાની શાખાઓ અને કરન્સી ચેસ્ટના સીસીટીવી રેકોડિગ આગામી આદેશ સુધી સંભાળીને રાખે.

 


સરકારે ૮ નવેમ્બર ૨૦૧૬ના રોજ કાળા નાણા પર રોક લગાવવા અને આતંકી ફંડિંગ પર લગામ કસવા માટે ૫૦૦ અને ૧૦૦૦ રૂપિયાની નોટો પર પ્રતિબધં મૂકી દીધો હતો. જો કે સરકારે લોકોને બધં થયેલી નોટો પોતાની બેંકોમાં જમા કરાવવાની કે એકસચેન્જ કરવાની તક આપી હતી.

 


જૂની નોટને પાછી ખેંચ્યા બાદ ૫૦૦ અને ૨૦૦૦ રૂપિયાની નવી નોટો પણ બહાર પાડવામાં આવી. બધં થયેલી નોટોને એકસચેન્જ કરવા માટે કે પોતાના એકાઉન્ટમાં જમા કરાવવા માટે દેશભરની બેંકોની શાખાઓ બહાર ભારે ભીડ જોવા મળી હતી. અનેક ઈનપુટના આધારે તપાસ એજન્સીઓએ ગેરકાયદેસર રીતે નવી નોટોની જમાખોરીના કેસની પણ તપાસ શ કરી. આ પ્રકારની તપાસને સુવિધાજનક બનાવવા માટે રિઝર્વ બેંકે બેંકોને કહ્યું છે કે તેઓ આગામી આદેશ સુધી નોટબંધી સમયના સીસીટીવી ફૂટેજ નષ્ટ્ર ન કરે.

 


 આરબીઆઇ તરફથી બહાર પાડવામાં આવેલા એક સકર્યુલરમાં કહેવાયું છે કે તપાસ એજન્સીઓની પેન્ડિંગ તપાસ, કોર્ટમાં પેન્ડિંગ અનેક કેસને જોતા તમને સલાહ આપવામાં આવે છે કે આગામી આદેશ સુધી ૮ નવેમ્બર ૨૦૧૬થી ૩૦ ડિસેમ્બર ૨૦૧૬ સુધી પોતાની શાખાઓ અને કરન્સી ચેસ્ટના સીસીટીવી ફટેજ સુરક્ષિત રાખો. રિઝર્વે બેંકે ડિસેમ્બર ૨૦૧૬માં બેંકોને બેંક શાખાઓ અને કરન્સી ચેસ્ટમાં સંચાલનના સીસીટવી ફટેજને જાળવી રાખવા માટે એક આદેશ અગાઉ પણ બહાર પાડો હતો.

 


અત્રે જણાવવાનું કે ૮ નવેમ્બર ૨૦૧૬ના રોજ ૧૫.૪૧ લાખ કરોડ રૂપિયાની વેલ્યૂની ૫૦૦ અને ૧૦૦૦ રૂપિયાની કરન્સી નોટ પર પ્રતિબધં લગાવવામાં આવ્યો હતો. જેમાં ૧૫.૩૧ લાખ કરોડ રૂપિયા પાછા આવી ગયા હતા.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  99251 12230  

View News On Application