દુષ્કાળ, વાવાઝોડા અને પૂર જેવી આપત્તિઓને લીધે
પયર્વિરણ સંબંધિત બિઝનેસ, ખેડૂતો વગેરે લોનના પેમેન્ટમાં કાચા પડ્યા
દેશમાં વારંવાર વાવાઝોડા આવે છે અથવા તો દુષ્કાળ પડ્યા કરે છે અને વધુ પડતા વરસાદને કારણે અનેક રાજ્યોમાં પૂર આવે છે અને આ બધી કુદરતી આપત્તિઓને લીધે ફક્ત ધંધા-ઉદ્યોગ કે આમ જનતાને જ તકલીફ પડે છે તેવું નથી બલ્કે બેન્કોના અબજો રૂપિયાના કરજ ફસાઈ ગયા છે.
દેશમાં બેન્કો અને નાણાકીય સંસ્થાઓના કુલ રૂપિયા 84 અબજ ડોલર આવા કરજ તરીકે જોખમ માં આવી ગયા છે. પયર્વિરણ અને મોસમ પર આધારિત દેશના મોટાભાગના ધંધા ઉદ્યોગો ધરાવતા લોકોએ તેમજ ખેડૂતોએ જે મોટી લોન લીધી છે તેને ભરી શકવામાં તેઓ અસમર્થ પુરવાર થઇ રહ્યા છે અને આ બધા કુદરતી આપત્તિઓ નું બહાનું આગળ ધરી રહ્યા છે.
ખાસ કરીને દેશમાં સિમેન્ટ ઉત્પાદકો કોલસા ઉત્પાદકો ઓઇલ અને પાવર ક્ષેત્રના મોટા બિઝનેસમેન તેમજ ખેડૂતો અને અન્ય પયર્વિરણ તેમજ મૌસમ આધારિત બિઝનેસ ધરાવતા લોકોએ બેંકોમાં અરજીઓ કરી ને કુદરતી આપત્તિઓને લીધે લોન ભરી શકાતી નથી તેવા કારણો દશર્વ્યિા છે અને બેંકો તેમજ અન્ય નાણાકીય સંસ્થાઓ ભારે મોટી મુસીબતમાં સપડાઈ ગઈ છે.
દેશની મોટાભાગની બેંકો એ પોતાના વાર્ષિક અહેવાલ રજૂ કયર્િ છે અને તેમાં ફસાયેલા કરજની વિગતો પૂરી પાડવામાં આવી છે અને શા માટે કરજ ફસાયેલું છે તેના કારણો પણ દશર્વિવામાં આવ્યા છે. અહેવાલોમાં એવો ઉલ્લેખ છે કે વારંવાર દેશમાં ક્યાંક ને ક્યાંક દુષ્કાળ હોય છે અથવા તો પુર આવતા હોય છે અથવા વાવાઝોડું ફૂંકાય છે અને આવી મોસમ ની ચરમસીમા ને કારણે બિઝનેસમેનો અને નાના-મોટા ધંધાર્થીઓ તેમજ ખેડૂતો ને જંગી નુકસાનીનો સામનો કરવો પડે છે અને પાઘડીનો વળ છેડે આવે તેમ તેઓ બેંકોના કરજ ભરી શકતા નથી.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 99251 12230
View News On Applicationમોંઘા પડ્યા પિઝા : ડોમિનેઝ પિઝામાં સાઈબર એટેક : 10 લાખ કસ્ટમરના ક્રેડિટ કાર્ડની ડિટેલ ચોરાઈ
April 20, 2021 09:59 AMકચ્છમાં કોરોના કેર વચ્ચે વહીવટી તંત્ર ઘૂંટણિયે
April 20, 2021 09:39 AMCopyright © 2015-2020 Aajkaal Daily
Developed by Rhythm Infotech