BREAKING NEWS

મેઘપર પડાણા પોલીસ સ્ટેશન ખાતે બેન્ક લોનમેળાનું આયોજન

  • April 14, 2026 04:06 PM 

મેઘપર પડાણા પોલીસ સ્ટેશન ખાતે બેન્ક લોનમેળાનું આયોજન


૭૦ જેટલા લોકો હાજર: વિવિધ બેન્કો દ્વારા ૧૫ લાખની રકમ ટ્રાન્સફર કરી આપી


રેન્જ આઇજી નિર્લિપ્ત રાય તથા જામનગર જીલ્લા પોલીસવડા ડો. રવિ મોહન સૈનીની સુચના મુજબ જીલ્લાના દરેક પોલીસ સ્ટેશન ખાતે બેન્ક લોન મેળાનું આયોજન કરવા માટે સુચના કરવામાં આવેલ જે અનુસંધાને લાલપુર મદદનીશ પોલીસ અધીક્ષક પ્રતિભાના માર્ગદર્શન હેઠળ મેઘપર (પડાણા) પોલીસ સ્ટેશનના પીઆઇ પી.ટી. જયસ્વાલ દ્વારા મેળામાં મેઘપર (પડાણા) પોલીસ સ્ટેશન ખાતે બેન્ક લોન મેળવાનું આયોજન કરવામાં આવેલ હતું.


જે બેન્ક લોન કરી, જે તે બેન્ક ખાતા ધારકોને લોન લેવા માટેની પ્રક્રિયા કરવા માટે બેન્ક ખાતાના જરૂરી કાગળો લઇ અંદાજે ૬૦ થી ૭૦ જેટલા લોકો લોન મેળામાં ઉપસ્થીત થયેલ હોય, જેમા સરકાર દ્વારા વિવિધ લોન યોજનાઓની માહીતી આપવામાં આવેલ જેમા પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલ એસબીઆઇ બેન્ક, આઇસીઆઇસીઆઇ બેન્ક, એચડીએફસી બેન્ક, એકસીસ બેન્ક જેવી બેન્કો પોતાના જરૂરી સ્ટાફ સાથે હાજર રહયા હતા.


જેમા લોન જરૂરીયાત ખાતાધારકોને વિવિધ બેંકો દ્વારા અંદાજે ૧૫ લાખ જેટલી તુરંત લોન ગ્રાહકના ખાતામાં ટ્રાન્સફર કરવામાં આવી હતી, તેમજ લોકોને પઠાણી ઉઘરાણી કરતા અને ઉંચા વ્યાજદરે લોન આપતા તેમજ વ્યાજ ઉઘરાણી કરીને હેરાન કરતા વ્યકિતઓ વિરુઘ્ધ ફરીયાદ કરવા માટે કાયદેસરની કાર્યવાહી કરવાની સમજ કરેલ જે માટે અત્રેના પોલીસ સ્ટેશનના હેડ કોન્સ અખ્તરભાઇ નોયડા તેમજ પો.કોન્સ ગૌતમભાઇ ચાવડાને આ અંગેની લેખીત ફરીયાદ નોંધવા માટે જણાવ્યુ હતું. 




લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application
Recent News