કેળા, કેરી સહિતના આ ફળ વજનમાં કરે છે ધરખમ વધારો, વજન ઘટાડવા ઈચ્છતા લોકોએ રહેવું દૂર

  • February 26, 2021 10:30 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

સામાન્ય રીતે, જ્યારે આપણે વજન ઘટાડવાનો વિચાર કરીએ છીએ ત્યારે ખોરાક લેવાનું બંધ કરી અથવા તો ઘટાડીને ફળનું સેવન કરવા પર ધ્યાન આપવા લાગીએ છીએ. આમ કરવા પાછળ એક ખોટી માન્યતા જવાબદાર છે કે  જો અનાજને બદલે દૈનિક આહારમાં ફળનો સમાવેશ કરીશું, તો વજન ઝડપથી ઘટી જશે. પરંતુ આવું થતું નથી. વજન ઘટાડવું હોય ત્યારે ફળનું સેવન કરી શકાય પરંતુ એવા ફળ જેને ખાવાથી વજન વધે નહીં. જી હાં 5 પ્રકારના ફળ એવા છે જેનું સેવન કરવાથી વજન ફટાફટ વધી જાય છે. તેથી જો તમારા મનમાં વજન ઘટાડવાનો વિચાર છે તો આ ફળ ક્યારેય ખાવા જોઈએ નહીં. 
 

કેળા
કેળા સુપર ફૂડની કેટેગરીમાં આવે છે. સ્વાસ્થ્ય માટે આ ખૂબ જ સારું ફળ છે. પરંતુ જો તમે વજન ઓછું કરવાનું વિચારી રહ્યા છો તો પછી તેને ખાતા પહેલા જાણી લો કે જો તમે દરરોજ 2 થી 3 કેળા ખાવ છો તો આ તમારા વજનમાં ચોક્કસપણે વધારો કરશે. જરુરી કેલેરી માટે દિવસમાં એક જ કેળું ખાવું જોઈએ.
 

દ્રાક્ષ
સ્વાસ્થ્ય લાભની દ્રષ્ટિએ દ્રાક્ષ ખૂબ આરોગ્યપ્રદ ફળ છે પરંતુ તેમાં શુગર અને ફેટ બંને હોય છે. 100 ગ્રામ દ્રાક્ષ વિશે વાત કરીએ તો તેમાં લગભગ 67 કેલરી અને 16 ગ્રામ શુગર હોય છે. તેના નિયમિત સેવનથી વજનમાં વધારો થઈ શકે છે.
  

એવોકાડો
એવોકાડો પણ એક એવું ફળ છે જે ઉચ્ચ કેલરી ધરાવે છે. આ ફળના 100 ગ્રામમાં લગભગ 160 કેલરી હોય છે. તેમાં ફેટ પણ હોય છે. આવી સ્થિતિમાં તમે તેનું વધારે સેવન કરો છો તો તમારું વજન વધી શકે છે.


કેરી
તમને જણાવી દઈએ કે એક કેરીના ટુકડામાં 99 કેલરી હોય છે. તેથી કેરી પણ  ખાઓ પરંતુ મર્યાદિત માત્રામાં નહીં તો તેનાથી તમારું વજન ચોક્કસપણે વધશે. 

 


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  99251 12230  

View News On Application