મોરબી જિલ્લામાં કતલખાના બંધ નોનવેજ વેચાણ ઉપર પ્રતિબંધ

  • October 28, 2020 11:34 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

હાલ કોરોના વાયરસ ગુજરાતમાં પણ હાહાકાર મચાવી રહ્યો છે ત્યારે તકેદારીના ભાગરૂપે લોકોની વધુ અવરજવર વાળા જાહેર અને ખાનગી સ્થળોએ વાયરસને ફેલાતો અટકાવવા મોરબી જીલ્લાના સમગ્ર વિસ્તારમાં નિયંત્રણો મુકવા અધિક કલેકટર કેતન જોષી દ્વારા જાહેરનામું બહાર પાડી હુકમ કરવામાં આવ્યો છે.


જે જાહેરનામામાં જણાવ્યા અનુસાર મોરબી જીલ્લામાં પરવાનગી વગર ચાર કે તેથી વધુ વ્યક્તિ એકત્ર થઇ શકશે નહિ, તમામ સ્થળો જ્યાં ભીડ થતી હોય તે જાહેર જનતા માટે બંધ કરવા, મોરબી જીલ્લામાં બાગ બગીચા અને ધાર્મિક મેળાવડા બંધ રાખવા, ચા, પાનમાવા અને નાસ્તાની લારીઓ જ્યાં ચારથી વધુ લોકો એકત્ર થતા હોય તેવી તમામ દુકાનો, લારી અને ગલ્લા બંધ રહેશે. વહીવટી તંત્રની સુચના અનુસાર હોમ કોરોનટાઈન ના પ્રોટોકોલનું ચુસ્તપણે પાલન કરવાનું રહેશે અને એમ નહિ કરે તો ફરજીયાતપણે જીલ્લાના વોર્ડમાં ખસેડી એપીડેમિક ડીસીઝની જોગવાઈ અનુસાર દંડનીય અને કાયદેસર કાર્યવાહી કરાશે મોરબી જીલ્લામાં કતલખાના તાત્કાલિક અસરથી બંધ કરવા અને માસના વેચાણ પર પ્રતિબંધ મુકવામાં આવ્યો છે મોરબી જીલ્લામાં લોકોએ બિનજરૂરી હેરફેર ના કરવી અને ચારથી વધુ વ્યક્તિઓએ એકત્ર થવા પર પ્રતિબંધ મુકવામાં આવ્યો છે  આ જાહેરનામું તા. ૩૧ માર્ચ સુધી અમલી રહેશે જનો ભંગ કરનાર સામે કાર્યવાહી કરવામાં આવશે.

જિલ્લા કલેકટરની અપીલ
* મોરબી જિલ્લામાં આવતી ગાડીઓ, વાહનો લોડીંગ અને અનલોડિંગ ના થાય તેનું ચુસ્તપણે પાલન કરવું
* જિલ્લામાં ફેકટરીઓએ પણ શક્ય હોય ત્યાં સુધી સેલિંગ ડિસ્પ્લે તા. ૩૧ સુધી બંધ રાખવા
* જિલ્લામાં આવેલ સિરામિક ઉદ્યોગના મજુરોને યુનિટની બહાર બિનજરૂરી આવન જાવન પર પ્રતિબંધ મુકવો અને માસ્ક તથા સેનિટાઈઝરનો ઉપયોગ કરે તેના પર ભાર મુકવો
* જીવનજરૂરિયાતની ચીજવસ્તુઓ જેવી કે શાકભાજી, ફળ, દૂધ, મેડીકલ જેવી આવશ્યક ચીજોની દુકાનને બાદ કરતા અન્ય તમામ દુકાનો તા. ૩૧ માર્ચ સુધી સ્વેચ્છાએ બંધ રાખવી
* જિલ્લામાં આવેલ તમામ ખાણીપીણીના, પાન મસાલાના લારી અને ગલ્લાઓ જાહેરનામાં મુજબ બંધ રાખવા અન્યથા કાયદેસર કાર્યવાહી હાથ ધરાશે તેવી અપીલ જીલ્લા કલેકટર જે બી પટેલે કરી છે


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  99251 12230  

View News On Application
RELATED NEWS