BREAKING NEWS

દ્વારકાની સરકારી કચેરીઓના ૧૦૦ મી. ના વિસ્તારમાં સભા, સરઘસ અને સૂત્રોચ્ચાર કરવા ઉપર પ્રતિબંધ

  • May 21, 2026 12:19 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

દ્વારકાની સરકારી કચેરીઓના ૧૦૦ મી. ના વિસ્તારમાં સભા, સરઘસ અને સૂત્રોચ્ચાર કરવા ઉપર પ્રતિબંધ

દેવભૂમિ દ્વારકા જિલ્લાના જાહેર સ્થળોએ વગર પરવાનગીએ ધરણા, રેલી, સરઘસની ઘટનાઓ વારંવાર બનવા પામેલ છે. જેથી અત્રેના જિલ્લામાં પણ નાગરિકો પોતાની માંગણી, રજૂઆત તરફ ધ્યાન ખેંચવા માટે અથવા ચોક્કસ ઇરાદાથી કલેકટર કચેરી તથા અન્ય કચેરીઓના પ્રાંગણ અને પ્રાંગણને અડીને પસાર થતા રસ્તા ઉપર પ્રતિક ઉપવાસ, આમરણાંત ઉપવાસ અને ભૂખ હડતાળનું ઓચિંતું અને મનસ્વીપણે આયોજન કરી કચેરીઓમાં તેમજ જાહેરમાર્ગ પર અવરોધ સર્જે છે. જેના પરિણામે કચેરીઓમાં આવતા અરજદારો તથા સામાન્ય જનતા માટે દુવિધા સર્જય છે. તેમજ કચેરીમાં કામ કરતા કર્મચારીઓની કામગીરીને પણ અસર પહોંચે છે.
​​​​​​​
જેથી દેવભૂમિ દ્વારકા જિલ્લામાં જાહેર સુલેહ શાંતિ અને સલામતીને હાનિ ન પહોંચે અને લોકોમાં સંવાદિતા જળવાઇ રહે તે હેતુસર ઇ.ચા.અધિક જિલ્લા મેજિસ્ટ્રેટ, દેવભૂમિ દ્વારકા દ્રારા જિલ્લાના સમગ્ર વિસ્તારમાં તા.૧૬/૦૫/૨૦૨૭ સુધીના સમયગાળા દરમિયાન સક્ષમ અધિકારીની પૂર્વ પરવાનગી સિવાય દેવભૂમિ દ્વારકા જિલ્લામાં આવેલ તમામ રાજ્ય સરકારના વિભાગો હસ્તકની કે તેના તાબાની તમામ કચેરીઓ તેમજ રાજ્ય સરકાર હસ્તકના જાહેર સાહસોની કે તેના તાબાની તમામ કચેરીઓ ખાતે તથા આ કચેરીઓના કંપાઉન્ડ તેમજ કંપાઉન્ડ પાસેના મુખ્ય રોડ/જાહેરમાર્ગ પર ઉપવાસ, આમરણાંત ઉપવાસ, ધરણા/ભૂખ હડતાળ ઉપર બેસવા કે ચાર કરતા વધુ માણસોએ એકત્રિત થવા કે કચેરી પરિસરના ૧૦૦ મીટરની ત્રિજ્યામાં પ્રવેશ કર્યા બાદ સભા, સરઘસ, સૂત્રોચ્ચાર કરવા જેવા કૃત્યોની મનાઇ ફરમાવું છું.

આ જાહેરનામું ફરજ પર સરકારી નોકરી અથવા રોજગારમાં હોય તે વ્યક્તિઓ,  ફરજ પર હોય તેવી ગૃહરક્ષક દળની વ્યક્તિઓ, લગ્નના વરઘોડા તથા સ્મશાનયાત્રા, સક્ષમ અધિકારી તરફથી આપવામાં આવેલ ખાસ કિસ્સા તરીકેની પરવાનગી તથા સરકાર દ્રારા આયોજિત કાર્યક્રમો કે અભિયાન અંતર્ગત કરવામાં આવતા આયોજનોને લાગુ પડશે નહી. જો કોઇ આ હુકમનો ભંગ કરશે તો તે શિક્ષાને પાત્ર થશે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application
Recent News