30 એપ્રિલ સુધી તમામ આંતરરાષ્ટ્રીય ઉડાનો પર પ્રતિબંધ

  • March 24, 2021 03:15 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

 

કેન્દ્ર સરકારે આંતરરાષ્ટ્રીય ઉડાનો પર લાગેલા પ્રતિબંધને 30 એપ્રિલ સુધી અસરકારક રીતે લંબાવી દીધો છે. વૈશ્વિક કોરોના મહામારીને લીધે 23 માર્ચ 2020થી જ ભારતમાં આંતરરાષ્ટ્રીય ઉડાનો પર રોક લગાવી દેવામાં આવી હતી. જે 31 માર્ચ 2021 સુધી હતી, પરંતુ વર્તમાન સમયમાં દેશમાં વધી રહેલા કોરોના સંક્રમણને જોતાં આ પ્રતિબંધ વધુ એક મહિના માટે લંબાવી દેવાયો હતો.

 

 

જોકે આ પ્રતિબંધ કાર્ગો- પ્લેન અને ડીજીસીએ ની મંજૂરીથી ચલાવવામાં આવતી ઉડાનો પર લાગૂ નહી થાય. આ પહેલા પણ વંદે ભારત મિશન હેઠળ મે મહિનાથી અને જૂલાઇથી નક્કી કરેલા દેશો સાથે દ્રિપક્ષીય એર બબલ સેવા હેઠળ કેટલીક આંતરરાષ્ટ્રીય ઉડાનોનું સંચાલન થઇ રહ્યુ હતું.

 

 


ફેબ્રુઆરીના અંતમાં, કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયે અનેક દેશોમાંથી આવતી ફ્લાઇટ્સ અને મુસાફરો માટે સુધારેલી માર્ગદર્શિકાઓનો એક સેટ બહાર પાડ્યો. આ દિશા નિર્દેશો બ્રિટન, યુરોપ અને મધ્ય પૂર્વથી ફ્લાઇટ્સ દ્વારા આવતા તમામ આંતરરાષ્ટ્રીય પ્રવાસીઓ માટે લાગુ કરવામાં આવી હતી. નવી સ્ટાન્ડર્ડ ઓપરેટિંગ ગાઈડલાઈન (એસઓપી) 22 ફેબ્રુઆરી 2021 થી લાગુ કરવામાં આવી.

 

 


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  99251 12230  

View News On Application
RELATED NEWS