કુશ્તીમાં ભારતને બજરંગ પૂનિયાએ અપાવ્યો બ્રોન્ઝ મેડલ, દેશને આ ઓલમ્પિકમાં મળ્યા કુલ આટલા મેડલ

  • August 07, 2021 05:19 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

ગોલ્ડ મેડલના દાવેદાર તરીકે ઉતરનાર કુસ્તીબાજ બજરંગ પુનિયા ભલે સેમિફાઇનલમાં હારી ગયો હોય, પરંતુ બ્રોન્ઝ મેડલ જીતીને તેણે ઓલિમ્પિકમાં મેડલનું સપનું પણ પૂરું કર્યું છે. કઝાકિસ્તાનના કુસ્તીબાજને ટોક્યો ઓલિમ્પિક 2020ની પુરુષોની ફ્રી સ્ટાઇલ 65 કિલો વર્ગની કુસ્તી સ્પર્ધામાં હારનો સામનો કરવો પડ્યો હતો.

 

બજરંગ પૂનિયાએ જીત્યો બ્રોન્ઝ મેડલ 

 

બીજા રાઉન્ડમાં દોઢ મિનિટની બાદ બંજરંગે આક્રમક રીતે રમવાની શરૂઆત કરી હતી.બીજા રાઉન્ડના અંતમાં તેને 3 પોઇન્ટ મળ્યા. છેલ્લી 30 સેકન્ડમાં પૂનિયાને પાછા 2 પોઇન્ટ મળ્યા. ગટ રેંજ અસફળ રહ્યો  અને છેલ્લે બજરંગ પૂનિયાની 8-0 જીત થઈ.  

 

પિતાએ કહ્યું હતું - મારો દીકરો બ્રોન્ઝ લાવશે

 

ક્વાર્ટર ફાઇનલમાં શાનદાર શરૂઆત કર્યા બાદ બજરંગ સેમિફાઇનલમાં હારી ગયો હતો. બજરંગના પિતાએ કહ્યું હતું કે, 'મારો દીકરો ક્યારેય ખાલી હાથે પાછો ફર્યો નથી, તે ચોક્કસપણે બ્રોન્ઝ લાવશે.' સમગ્ર દેશવાસીની દુઆ તેની સાથે છે. એક મહિના પહેલા તેને ઘૂંટણમાં ઈજા થઈ હતી, છતાં તે સેમીફાઈનલમાં પહોંચ્યો હતો. આખરે બજરંગે તેના પિતાની વાત સાચી સાબિત કરી છે.

 

ભારત પાસે ટોક્યો ઓલિમ્પિકમાં અત્યાર સુધી 6 મેડલ 

 

ભારતે અત્યાર સુધીમાં ટોક્યો ઓલિમ્પિકમાં 6 મેડલ જીત્યા છે. મીરાબાઈ ચાનુએ વેઈટલિફ્ટિંગમાં સિલ્વર, પીવી સિંધુએ બેડમિન્ટનમાં બ્રોન્ઝ અને બોક્સિંગમાં લવલીના બોરગોહેને બ્રોન્ઝ જીત્યો હતો. આ સિવાય ગુરુવારે ભારતીય પુરુષ હોકી ટીમે બ્રોન્ઝ અને કુસ્તીમાં રવિ દહિયાએ સિલ્વર મેડલ જીત્યો હતો. જ્યારે બજરંગે બ્રોન્ઝ મેડલ જીત્યો હતો. 2012 ની લંડન ઓલિમ્પિક સાથે તે ભારતની સૌથી સફળ ઓલિમ્પિક બની છે.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  99251 12230  

View News On Application
RELATED NEWS
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)
Covid amongst kids
  • May 10, 2021