ભાવનગર : ડુપ્લીકેટ આર.સી.બુક કૌભાંડમાં ઝડપાયેલા બે શખ્સની જામીન અરજી નામંજૂર

  • July 14, 2023 06:16 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

aajkaal@team

મુખ્ય સરકારી વકીલ મનોજભાઈ જોશી અને એડિશનલ પબ્લિક પ્રોસિક્યુટર મિતેશભાઇ મહેતાની દલીલો સાંભળી ડિસ્ટ્રીકટ જજ એલ.એસ.પીરઝાદાએ બન્નેનાં જમીન કર્યાં ના મંજૂર


ભાવનગરમાં વાહનોની નકલી આર.સી.બુક બનાવવાના કૌભાંડમાં ઝડપાયેલા બે શખ્સની જામીન અરજી ભાવનગર કોર્ટે ના મંજુર કરી હતી.


ભાવનગરના વરતેજ રોડ પર આવેલ ઓફિસમાં જુના વાહનોની લે-વેચ કરતા હિમાંશુ હર્ષદભાઈ જગડ પોતાની ઓફિસમાં જુના વાહનોની લે-વેચની આડમાં બહારના આર.ટી.ઓ.એજન્ટ મારફત ડુપ્લીકેટ આર.સી.બુક બનાવડાવી આ બોગસ આર.સી.બૂકના આધારે વાહનોની લે-વેચ કરતા હોવાની મળેલી બાતમીના આધારે એસ.ઓ.જી.એ દરોડો પાડી ડુપ્લીકેટ આર.સી.બુક સાથે હિમાંશુ જગડ સહિતની ધરપકડ કરી તેમની વિરુદ્ધ વરતેજ પોલીસ મથકમાં ગુનો દાખલ કરાવ્યો હતો.


આ કેસમાં ઝડપાયેલા હિમાંશુ જગડ અને ઋત્વિક પ્રકાશભાઈ મોદીએ તેમના વકીલ મારફત જામીન અરજી મૂકી હતી.આ જામીન અરજીની સુનવણી હાથ ધરવામાં આવતા મુખ્ય સરકારી વકીલ મનોજભાઈ જોશી અને એડિશનલ પબ્લિક પ્રોસિક્યુટર મિતેશભાઇ મહેતાની દલીલો સાંભળી ડિસ્ટ્રીકટ જજ એલ.એસ.પીરઝાદાએ બન્નેની જામીન અરજી ના મંજુર કરી હતી.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application