5.50 લાખની રોકડ ભરેલો થેલો તાલુકા પોલીસની મદદથી મુળ માલિકને પરત અપાયો

  • April 08, 2021 05:45 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

શ્યામલ સીટીમાં રહેતા વેપારીનો ઘરનો સામાન હેરફેર કરતા રોકડ ભરેલો થેલો પડી ગયો હતો: તાલુકા પોલીસ મથકના પીઆઇ જે.વી.ધોળા અને પીએસઆઇ એન.ડી.ડામોર સહિતના સ્ટાફની કામગીરી


વર્તમાન સ્થિતિમાં ઇમાનદારીનું કોઇ કાર્ય થાય ત્યારે ખરેખર તે બિરદાવવા લાયક બની જાય છે. આવી જ એક ઘટનામાં 5.50 લાખની રોકડ ભરેલો થેલો પડી ગયા બાદ તે થેલો મુળ માલિકને પરત અપાવવામાં આવ્યો છે. આ સમગ્ર ઘટનામાં ડીસીપી મનોહરસિંહ જાડેજાના માર્ગદર્શન હેઠળ તાલુકા પોલીસ મથકના પીઆઇ જે.વી.ધોળા અને પીએસઆઇ એન.ડી.ડામોર અને તેમની ટીમે પ્રસંશનીય કામગીરી કરી છે.

 


તાલુકા પોલીસ સ્ટેશન વિસ્તારમાં શ્યામલ સિટી બ્લોક નં.એ-2 માધવ પાર્કમાં રહેતા મયુરભાઇ રજનીકાંતભાઇ ભુવા પોતાના ઘરનો સામાન અન્ય મકાને હેરફેર કરતા હોય તે દરમિયાન રોકડ પિયા 5.50 લાખ ભરેલો થેલો રસ્તામાં પડી ગયો હતો. આ થેલો સિધ્ધિ ગ્રુપ્ના પપ્પુભાઇ મહેતાને ત્યાં નોકરી કરતા મુકેશભાઇ ભીખુભાઇ ડોડને મળ્યો હતો. પપ્પુભાઇને મુકેશભાઇએ આ થેલો મળ્યાની જાણ કયર્િ બાદ પપ્પુભાઇએ ડીસીપી મનોહરસિંહ જાડેજાનો સંપર્ક કર્યો હતો. આ ઘટનામાં તાલુકા પોલીસ મથકના પીઆઇ જે.વી.ધોળાનો સંપર્ક કરવા ડીસીપીએ પપ્પુભાઇને જણાવ્યું હતું. જેથી તાલુકા પોલીસ સ્ટેશનના પીઆઇ ધોળા અને પીએસઆઇ ડામોર અને તેમના સ્ટાફની મદદથી ા.5.50 લાખની રોકડ ભરેલો થેલો મુળ માલિક મયુરભાઇને સુપરત કરવામાં આવ્યો હતો. ઇમાનદારીનું ઉમદા કાર્ય કરનાર મુકેશભાઇનો ડીસીપી મનોહરસિંહ જાડેજાએ પ્રસંશાપત્ર આપી સન્માન કર્યું હતું. 


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  99251 12230  

View News On Application