T-20 World Cup: હારેલો મેચ જીતાડી શકનાર આ ખેલાડી વર્લ્ડકપમાં નહિ રમે

  • September 04, 2021 06:24 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

આગામી મહિનાથી ટી -20 વર્લ્ડ કપ શરૂ થવા જઈ રહ્યો છે. તમામ ટીમો તેમના શ્રેષ્ઠ ખેલાડીઓ સાથે મેદાન પર ઉતરશે. પરંતુ આ દરમિયાન ઈંગ્લેન્ડ માટે ખરાબ સમાચાર આવી રહ્યા છે. કહેવામાં આવી રહ્યું છે કે ઈંગ્લેન્ડના ઓલરાઉન્ડર બેન સ્ટોક્સ આગામી ટી 20 વર્લ્ડકપમાં ઈંગ્લેન્ડની જર્સીમાં જોવા નહીં મળે. સ્ટોક્સે અગાઉ આઈપીએલ અને ભારત સામે ચાલી રહેલી ટેસ્ટ શ્રેણીમાંથી પણ બહાર રહ્યા હતા.

 

બેન સ્ટોક્સને સમય આપવામાં આવશે 

 

બેન સ્ટોક્સ આ સમયે ક્રિકેટ વિશે પણ વિચારતો નથી. ઈંગ્લેન્ડ અને વેલ્સ ક્રિકેટ બોર્ડ આગામી ટી -20 વર્લ્ડ કપ માટે પોતાની ટીમની જાહેરાત શુક્રવારે કરશે. માનસિક સ્વાસ્થ્ય ઉપરાંત, ઇંગ્લેન્ડના દિગ્ગજ ઓલરાઉન્ડર તેની આંગળીમાં થયેલી ઈજામાંથી સ્વસ્થ થઈ રહ્યા છે. બીજી બાજુ, ઇંગ્લેન્ડ મેન્સ ક્રિકેટના મેનેજિંગ ડિરેક્ટર એશ્લે ગિલ્સે માનસિક સ્વાસ્થ્યનો મુદ્દો ઉઠાવવા બદલ સ્ટોક્સની પ્રશંસા કરી છે. “ઓછા  આરામ સાથે ઘણો સમય પરિવારથી દૂર રહેવું એ ખુબ અઘરું છે. બેનને જરૂરી સમય આપવામાં આવશે, અને અમે તેને ભવિષ્યમાં ઇંગ્લેન્ડ માટે ક્રિકેટ રમતા જોવા માટે આતુર છીએ.

 

હારેલો મેચ જીતાડી શકે 

 

બેન સ્ટોક્સ છેલ્લા કેટલાક વર્ષોથી ઈંગ્લેન્ડ ક્રિકેટનો મહત્વનો ભાગ બની ગયો હતો. વર્લ્ડકપ 2019ની ફાઇનલમાં તે શાનદાર ઇનિંગ્સ રમ્યો હતો. હવે તે વર્લ્ડ કપમાં નહિ રમે તો ઇંગ્લેન્ડ માટે આ એક મોટો આંચકો હશે. કારણ કે સ્ટોક્સમાં એ તાકાત છે કે તે હારેલો મેચ જીતાડી શકે છે. 


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  99251 12230  

View News On Application
RELATED NEWS
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)
Covid amongst kids
  • May 10, 2021