બેબી સીટરે બાળકોની છેડતી કરી, પોર્ન બતાવ્યું, થઇ 707 વર્ષની કેદ

  • November 20, 2023 03:50 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


16 બાળકોનું જીવન બગાડ્યું છતાં હેવાનને કોઈ અફસોસ નહી, પોતાના ઘીનોના કૃત્ય માટે એક વેબસાઈટ પણ બનાવી !




કેલિફોર્નિયામાં બાળકોની સંભાળ રાખનાર નેની અથવા આયા તરીકે કામ કરનાર એક વ્યક્તિને ૭૦૭ વર્ષની જેલની સજા ફટકારવામાં આવી છે. તેના પર ૧૬ સગીર બાળકોની છેડતી કરવાનો આરોપ છે. આ ૩૪ વર્ષીય વ્યક્તિનું નામ મેથ્યુ ઝાકર્ઝેવસ્કી છે. આ વ્યક્તિએ સર્વેલન્સ દરમિયાન ૧૬ બાળકોની છેડતી કરી હતી. આ સિવાય તેણે અન્ય એક બાળકને પોર્નોગ્રાફી પણ બતાવી હતી. આ ગુનાહિત કૃત્યો માટે પીડિતોના પરિવારો દ્વારા માણસને શેતાન તરીકે ઓળખવામાં આવ્યો છે.


જાન્યુઆરી ૨૦૧૪ થી મે ૨૦૧૯ ની વચ્ચે ઝાક્રઝેવસ્કીએ આ તમામ ગુના કર્યા હતા. ઓરેન્જ કાઉન્ટી રજિસ્ટરના રિપોર્ટ અનુસાર, તેણે ભોગ બનનાર બાળકોની ઉંમર ૨ વર્ષથી લઈને ૧૨ વર્ષ સુધીની છે. આટલા વર્ષોની સજા મળવા છતાં તેણે કહ્યું હતું કે બાળકોના ચહેરા પર સ્મિત લાવવા બદલ તેને પોતાના પર ગર્વ છે. ઝાક્રઝેવસ્કીએ તેમની વેબસાઇટ દ્વારા કામ કર્યું. તેને પોતાને બેબી સિટર કહેતો હતો. તેણે પોતાની વેબસાઈટમાં બેબીસીટીંગ, મેન્ટરશીપ, રાત્રે બાળકોની સંભાળ અને વેકેશન બેબીસીટીંગ સહિતની વિવિધ સેવાઓ ઓફર કરી હતી.


બાળકના માતા-પિતાએ પોલીસમાં ફરિયાદ કરતાં આ બેબી સિટર ઝડપાઈ ગયો હતો. તેમના મુજબ, ઝાક્રઝેવસ્કીએ તેના આઠ વર્ષના બાળકને અયોગ્ય રીતે સ્પર્શ કર્યો હતો. આ ફરિયાદ મે ૨૦૧૯ની શરૂઆતમાં કરવામાં આવી હતી. આ બાદ દુર્વ્યવહારનો ભોગ બનેલા બાળકોના ઘણા પરિવારોએ પણ પ્રતિક્રિયા આપી હતી. આ લોકોએ ઝાક્રઝેવસ્કીને માસ્ટર મેનિપ્યુલેટર કહ્યો છે. પરિવારના સભ્યોએ એમ પણ કહ્યું કે તેઓને ખૂબ જ દુઃખ છે કે તેઓએ આ રાક્ષસને તેમના બાળકોની સંભાળ રાખવા માટે રાખ્યો હતો. 



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application