સામાન્ય રીતે, જ્યારે બાળકો જન્મે છે, ત્યારે તેમને દાંત હોતા નથી. દાંત આવવાની શરૂઆત બે થી ત્રણ વર્ષની ઉંમરે થાય છે અને બધા દાંત દેખાવામાં ઘણા વર્ષો લાગે છે. પરંતુ જો બાળકના બધા દાંત જન્મ સમયે હાજર હોય તો શું? આ સ્થિતિ વિશે લોકોમાં જાગૃતિ ફેલાવવાના હેતુથી એક વાયરલ વીડિયો શેર કરવામાં આવ્યો છે. જેમાં એક મહિલાએ પોતાની નવજાત પુત્રીની પણ આવી જ હાલતનો ઉલ્લેખ કર્યો છે. આ અંગે લોકોએ મિશ્ર પ્રતિભાવો આપ્યા છે. કેટલાક લોકોએ વખાણ કર્યા છે તો કેટલાક લોકોએ તેને ગંભીરતાથી લેવાનું કહ્યું છે.
વીડિયોમાં મહિલાએ તસવીરોના સ્લાઈડ શો સાથે વીડિયો પર લખ્યું છે કે તેની પુત્રીનો જન્મ સંપૂર્ણ દાંત સાથે થયો છે. અને તે આ સ્થિતિ વિશે જાગૃતિ ફેલાવવાના હેતુથી આ બધું કરી રહી છે. લોકોએ આ વીડિયો પર ઘણી કોમેન્ટ્સ પણ કરી છે. કેટલાક લોકોને બાળકીનું સ્મિત ખૂબ પસંદ આવ્યું તો કેટલાકને છોકરી ડરામણી લાગી.
ઈન્સ્ટાગ્રામ પર શેર કરાયેલા આ વીડિયોમાં ઘણા લોકોએ તેને ગંભીરતાથી લેવાનો આગ્રહ કર્યો છે અને કહ્યું છે કે આ કોઈ મજાક નથી. કેટલાક લોકોએ માતા પ્રત્યે સહાનુભૂતિ વ્યક્ત કરવાનો પ્રયાસ પણ કર્યો છે. એક યુઝરે તો ત્યાં સુધી કહ્યું કે તેને વાસ્તવમાં સ્ટીવ હાર્વે કન્ડિશન કહેવામાં આવે છે. આ વીડિયોને અત્યાર સુધીમાં 2.96 કરોડ લોકો જોઈ ચૂક્યા છે.
જો કે આ સ્થિતિને ઘણા નામોથી ઓળખવામાં આવે છે, સામાન્ય નામ નેટલ ટીથ અથવા બેબી ટીથ છે. આના ઘણા કારણો હોઈ શકે છે. શરૂઆતમાં તેનાથી નવજાત શિશુને કોઈ પ્રકારની સમસ્યા થતી નથી, પરંતુ તેના કારણે માતાને બાળકને ખવડાવવામાં મુશ્કેલીનો સામનો કરવો પડે છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationએકનાથ શિંદે સરકાર ફરી ટેન્શનમાં, મનોજ જરાંગેએ ચૂંટણી પહેલા આપ્યું અલ્ટીમેટમ
September 17, 2024 06:47 PMસળગતી ચિતા પર ચોખા રાંધ્યા, ખોપરી પણ ઉપાડી ગયા, આવી રીતે આપ્યો તંત્રવિદ્યાને અંજામ
September 17, 2024 06:37 PMભારતના સૌથી યુવા CEO લક્ઝરી કાર કેમ નથી ખરીદતા? રાધિકા ગુપ્તાએ જણાવ્યું ચોંકાવનારું કારણ
September 17, 2024 06:35 PMકોરોના વાયરસનો નવો ખતરો: 27 દેશોમાં ફેલાયો નવો વેરિયન્ટ, જાણો કેટલો ખતરનાક
September 17, 2024 06:22 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech