જનાના હોસ્પિટલમાં ત્રણ માસના બાળકનું મોત: પરિવારનો તબીબી બેદરકારીનો આક્ષેપ

  • May 21, 2024 03:03 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


ગોંડલથી ત્રણ માસના બાળકને તાવની સારવાર માટે રાજકોટની જનાના હોસ્પિટલમાં લાવવામાં આવ્યો હતો. અહીં તેને આંચકી આવતા મશીનમાં રાખવામાં આવ્યો હતો. જેમાં બાળક દાઝી ગયા બાદ કલાકોમાં તેનું મોત થયું હતું. આ ઘટનાને લઇ બાળકના પરિવારજનો દ્રારા તબીબી બેદરકારીનો આક્ષેપ કરવામાં આવી રહ્યો છે. બે દીકરીઓ બાદ પુત્રનો જન્મ થયો હોય તેના મૃત્યુથી પરિવારમાં શોક છવાઈ ગયો હતો.
જાણવા મળતી વિગતો મુજબ, ગોંડલમાં રહેતા એજાજભાઈ કાથરોટીયાના ત્રણ માસના પુત્ર ઇમરાનને તાવ આવતો હોય જેથી પ્રથમ ગોંડલમાં સારવાર અપાયા બાદ વધુ સારવાર માટે પરિવાર અહીં રાજકોટમાં જનાના હોસ્પિટલમાં લાવ્યો હતો. અહીં તેને આંચકી આવ્યા બાદ એક મશીનમાં રાખવામાં આવ્યો હતો. યાં બાળકનો પગ દાઝી ગયો હતો. ત્યારબાદ કલાકોમાં બાળકનું મોત થયું હતું. વધુમાં જાણવા મળતી વિગતો મુજબ, બાળક બે બહેનના પરિવારમાં નાનો હતો બાળકની માતા રેશ્માબેન જણાવ્યું હતું કે, બે દિવસ પૂર્વે તાવ આવ્યા બાદ પ્રથમ ગોંડલમાં સારવાર લીધી હતી ત્યારબાદ અહીં રાજકોટની જનાના હોસ્પિટલમાં તેને લાવવામાં આવ્યો હતો. અહીં તબીબે કહ્યું હતું કે, બાળકને આંચકી આવી છે માટે મશીનમાં રાખવો પડશે. ત્યારબાદ આ મશીનમાં કોઈ કારણસર બાળકનો પગ દાઝી ગયો હતો. જેના કલાકો બાદ તેનું મોત થયું હતું આ સમગ્ર ઘટના અંગે બાળકની માતાએ જનાના હોસ્પિટલના તબીબ અને નસગ સ્ટાફ સામે બેદરકારીનો આક્ષેપ કરતા ચકચાર મચી ગઈ હતી



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application
Recent News