લાલપુર તાલુકાના ખડખંભાળીયા મુકામે તા.૧૪/૪/૨૦૨૬ના રોજ બાબાસાહેબના સ્ટેચ્યુનું અનાવરણ તેમજ બાબાસાહેબની ૧૩૫મી જન્મજયંતિ નિમિતે કાર્યક્રમ રાખવામાં આવેલ જેનું સ્વાગત પ્રવચન નીતીનભાઇ ખરા દ્વારા કરવામાં આવેલ. સ્ટેચ્યુના દાતા સોમજીભાઇ કે.જાદવ દ્વારા અનાવરણ કરવામાં આવેલ, પ્રાસંગિક પ્રવચન સોમજીભાઇ કે.જાદવ, ધર્મેન્દ્રભાઇ આર.ગોહિલ, નીતીનભાઇ જી.ખરા દ્વારા કરવામાં આવેલ. આ પ્રસંગે ગામના આગેવાન મસાભાઇ કારાભાઇ ગમારા, ઘનશ્યામભાઇ મનજી પટેલ, જગદિશ પરસોતમ મીસ્ત્રી, મુકેશ લાલજી પટેલ તેમજ ગ્રામજનો હાજર રહ્યા હતા. ભાર્ગવી પરમાર તેમજ અન્ય બાળાઓ દ્વારા પ્રાસંગિક પ્રવચનો આપેલ હતા.