બાહુબલીની 'સાલાર' પ્રવેશી 500 કરોડના ક્લબમાં, જાણી લો સાલારના કલેકશન વિશે

  • December 29, 2023 11:11 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


સાઉથના સુપરસ્ટાર પ્રભાસે ફરી એકવાર પોતાના કામથી લોકોના દિલ જીતી લીધા છે. ઘણા સમયથી હિટ ફિલ્મની શોધ કરી રહેલા પ્રભાસને તેની વધુ એક બ્લોકબસ્ટર ફિલ્મ મળી છે. સાલારની રિલીઝને એક સપ્તાહ થયું છે. આ ફિલ્મ બોક્સ ઓફિસ પર શાનદાર કલેક્શન કરી રહી છે.


આ વર્ષે ઘણી ફિલ્મો સિનેમાઘરોમાં રિલીઝ થઈ હતી અને મોટાભાગની ફિલ્મોનું શાનદાર પર્ફોમન્સ જોવા મળ્યું હતું. તે શાહરૂખ ખાનની પઠાણ અને જવાન હોય કે પછી રણબીર કપૂરની ફિલ્મ એનિમલ હોય. પરંતુ વર્ષની છેલ્લી બ્લોકબસ્ટર ફિલ્મનું ટાઈટલ બાહુબલી પ્રભાસના ખોળામાં આવી ગયું છે. વર્ષ 2023ની છેલ્લી સુપરહિટ ફિલ્મ પ્રભાસની 'સાલાર' છે. 'સાલાર'ની રિલીઝને એક સ્પતાહ પૂર્ણ થયું છે અને ફિલ્મે મેકર્સને હજુ પણ નિરાશ કર્યા નથી. આ ફિલ્મનો દબદબો હજુ પણ યથાવત છે.


‘સાલાર પાર્ટ-1 સીઝફાયર’ને દર્શકોનો ઘણો પ્રેમ મળી રહ્યો છે. પ્રભાસના ચાહકો સાલાર જોવા માટે સતત થિયેટરોમાં જઈ રહ્યા છે. આ ફિલ્મ 500 કરોડના ક્લબમાં સામેલ થાય તે માટે પ્રભાસના ચાહકો ખૂબ જ ઉત્સુક હતા. ત્યારે હવે પ્રભાસના ફેન્સની ઉત્સુકતાનો અંત આવી ગયો છે અને સુપરસ્ટાર પ્રભાસની સાલાર રૂ.500 કરોડના કલ્બમાં પ્રવેશી ગઇ છે. જીહા, સાતમાં દિવસના આંકડા સામે આવ્યા છે જેમાં આ ફિલ્મે 500 કરોડ રૂપિયાનો રેકોર્ડ પોતાના નામે નોંધાવ્યો છે.


તાજેતરમાં જાહેર થયેલા અપડેટ મુજબ, પ્રારંભિક આંકડાઓ સાથે, સાલારે 7માં દિવસે 13.50 કરોડ રૂપિયા એકત્ર કર્યા છે. જોકે, બાકીના દિવસો પ્રમાણે ફિલ્મનો બિઝનેસ ઘટ્યો છે. જ્યાં સાલારે 6 દિવસમાં 490.23 કરોડ રૂપિયાનો વર્લ્ડવાઈડ બિઝનેસ કર્યો. હવે આ કલેક્શન 503.73 કરોડ થઈ ગયું છે. જોકે હવે આ આંકડાઓમાં થોડો ફેરફાર થઈ શકે છે. તમને જણાવી દઈએ કે, પ્રભાસની સાલારને હિન્દી ભાષામાં દર્શકો તરફથી ઘણો પ્રેમ મળી રહ્યો છે. બાહુબલી બાદ દર્શકો પ્રભાસની હિટ ફિલ્મની રાહ જોઇ રહ્યા હતા. ત્યારે પ્રભાસે સાલાર દ્વારા શાનદાર કમબેક કર્યું છે. 500 કરોડના કલ્બમાં પ્રવેશેલી સાલારને હવે વિકેન્ડમાં કેવો રિસ્પોન્સ મળે છે તે જોવું પણ મહત્વનું રહેશે. કેમ કે, એક તરફ વિકેન્ડ અને બીજી તરફ 31મી ડિસેમ્બરની ઉજવણી છે. આથી, આ સપ્તાહ અને વર્ષાંતે સાલાર સારી કમાણી કરે તેવી અપેક્ષા સેવાઇ રહી છે.





લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application