આ આયર્વેદિક લેપથી ફેફસા થશે મજબૂત, અજમાવી જુઓ એકવાર

  • May 03, 2021 09:28 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

વર્તમાન સમયમાં ઈમ્યુનિટી ઘટી જતા લોકોને શ્વસનતંત્ર સંબંધિત સમસ્યા વધુ થઈ રહી છે. એક તરફ કોરોનાનું જોખમ ફેલાયેલું છે, બીજી તરફ વધતા પ્રદૂષણને કારણે આપણા ફેફસાં પર અસર થઈ રહી છે. આવી સ્થિતિમાં કેટલાક આયુર્વેદિક ઉપાય અપનાવીને તમે તમારા ફેફસાંને મજબૂત રાખી શકો છો.

 

 

આપણા ફેફસાં નબળા હોય અને તે યોગ્ય રીતે કાર્ય ન કરતા હોય તો ઘણી શારીરિક સમસ્યાઓ ઊભી થઈ શકે છે. જો ફેફસાં મજબૂત ન હોય તો કોરોના સહિતના ચેપ લાગવાનું જોખમ પણ વધી જાય છે. આવી સ્થિતિમાં તમે ફેફસાંને મજબૂત રાખવા માટે તમે આયુર્વેદિક લેપનો ઉપાય કરી શકો છો.  

 

 


આ આયુર્વેદિક લેપ બનાવવા માટે અડધી ચમચી હળદર પાવડર, 6 લસણની કળી, અડધી ડુંગળી અને થોડુ આદુ લઈ તેની પેસ્ટ બનાવી લો. આ પેસ્ટને છાતીના ભાગે લગાવી દો. તેનાથી કફથી રાહત મળશે અને ફેફસા પણ મજબૂત થાય છે. 

 

 


 


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  99251 12230  

View News On Application
RELATED NEWS