અયોધ્યા મંદિરને લઈ આવ્યા સારા સમાચાર, ભગવાન રામલલ્લાના દર્શન આ મહિનાથી કરી શકશો

  • August 04, 2021 05:16 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

અયોધ્યામાં શ્રી રામ મંદિર ડિસેમ્બર 2023 સુધીમાં ભક્તો માટે ખોલવામાં આવશે. મળતી માહિતી મુજબ હાલ મંદિરનું નિર્માણ કાર્ય પૂર્ણ થયું નથી પરંતુ ડિસેમ્બર 2023 પહેલા ભગવાન રામના દર્શન ભક્તો કરી શકશે. ગયા વર્ષે વડાપ્રધાન મોદીના હસ્તે મંદિરનું નિર્માણ કાર્ય શરૂ કરવામાં આવ્યું હતું.  

 

2025 સુધીમાં મંદિરનું નિર્માણ કાર્ય સંપૂર્ણ પણે પૂર્ણ થઈ જશે. મંદિરની જગ્યા પહેલા 64 એકર હતી, પરંતુ ભક્તોને દર્શન કરવા અને મંદિરની મુલાકાતમાં કોઈ અગવડતા ના પડે એટલા માટે મંદિર મેનેજમેન્ટે વધુ જમીન ખરીદી છે. સમગ્ર રામ મંદિરના નિર્માણમાં 900 થી 1000 કરોડ રૂપિયા ખર્ચ થશે.

 

કુલ 33 કરોડ હિન્દૂઓ પાસે સન્માન નિધી મેળવાનો લક્ષ્યાંક

 

કુલ 33 કરોડ હિન્દૂઓ પાસે સન્માન નિધી મેળવાનો લક્ષ્યાંક છે. મકરસંક્રાંતિથી માઘપૂર્ણિમા સુધી નિધિ સંગ્રહ માટે કાર્યક્રમ યોજવામાં આવી રહ્યો છે. રામમંદિરના નિર્માણ માટે સમગ્ર ગુજરાતમાં સન્માનનિધી ઉઘરાવશે. અગાઉ 8 કરોડનું દાન એકત્ર કરીને રામમંદિરને અર્પણ કર્યુ હતું. 

 

અયોધ્યામાં રામજન્મભૂમિ ખાતે રામમંદિરના પાયાનું ભૂમિ પૂજન ખુદ વડાપ્રધાન મોદી કરી ચૂક્યા છે ત્યારે હવે વિશ્વ હિંદુ પરિષદ દ્વારા આ માટે ભંડોળ ભેગુ કરવામાં આવી રહ્યું છે. VHP દ્વારા રામજન્મભૂમિ માટે કાર્યક્રમ કરશે. પ્રત્યેક હિન્દૂ સમાજના વ્યક્તિ પાસેથી 10 રૂપિયા દાન ઉઘરાવાશે. ગુજરાતમાંથી પ્રત્યેક હિન્દૂ સમાજના વ્યક્તિ પાસેથી દાન ઉઘરાવાશે. 


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  99251 12230  

View News On Application
RELATED NEWS
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)
Covid amongst kids
  • May 10, 2021