વિશ્વના સૌથી વધુ કમાતા સેલિબ્રિટીમાં ભારતમાંથી એકમાત્ર અક્ષય કુમારનો સમાવેશ

  • October 28, 2020 02:04 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


ફોર્બ્સની વિશ્વના સૌથી વધારે કમાણી કરતા 100 સેલિબ્રિટીઝની યાદીમાં ભારત માંથી માત્ર અક્ષય કુમારનું નામ આવ્યું છે જોકે અક્ષયની કમાણી ગત વર્ષ કરતા 22% ઘટી અને 364 કરોડ રૂપિયા થઈ ગઈ છે લિસ્ટમાં 33માં નંબરથી તેઓ હવે નીચે આવીને 52મા ક્રમ પર આવી ગયા છે. ગત વર્ષે અક્ષય કુમાર ની કમાણી 466 કરોડ રૂપિયા નોંધવામાં આવી હતી.

 

ફોર્બ્સના જણાવ્યા પ્રમાણે અક્ષય બોલિવૂડમાં સૌથી વધારે કમાણી કરનાર અભિનેતા છે. ફોર્બ્સે અક્ષયનનો ભારતના સૌથી મોટા દાનવીર સેલિબ્રિટીઝમાં પણ સમાવેશ કર્યો છે. તેમણે કોરોના રિલીફ ફંડમાં 25 કરોડ રૂપિયા દાનમાં આપ્યા હતા.


અક્ષય બે ફિલ્મો ના શૂટિંગ પૂર્ણ કર્યા છે જે આગામી દિવસોમાં રિલીઝ થવા જઈ રહી છે તે રોહિત શેટ્ટીની સૂર્યવંશી અને રાઘવ લોરેન્સ ની લક્ષ્મી બોમ માં અલગ-અલગ અંદાજમાં જોવા મળશે. 

 

વિશ્વના સૌથી વધારે કમાણી કરનાર સેલિબ્રિટીના લિસ્ટમાં ગત વર્ષે પણ ભારતમાંથી માત્ર અક્ષય કુમાર નું નામ આવ્યું હતું અને ગત વર્ષે સલમાન ખાન આ યાદીમાંથી બહાર થઈ ગયા હતા જ્યારે શાહરુખ ખાન આ યાદીમાં 2017 માં છેલ્લે રહ્યા હતા ત્યારબાદ આ યાદીમાં તેમના નામનો સમાવેશ થઇ શક્યો નથી.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  99251 12230  

View News On Application
RELATED NEWS