ચા સાથે ચણાના લોટની બનેલી વસ્તુઓ સહિત આ નાસ્તા કરવાનું ટાળવું, કારણ કે શરીરને થાય છે નુકસાન

  • May 26, 2021 11:40 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

સવારની કડક મીઠી ચા દિવસની શરુઆત માટે જરૂરી હોય છે. આ સિવાય દિવસભરનો થાક દૂર કરવા સાંજે પણ એક કપ ચા પીવી પડે છે. જો કે કેટલાક લોકો એવા હોય છે જે ચા સાથે બિસ્કિટ કે અન્ય મસાલેદાર નાસ્તો લેવાનું પસંદ કરે છે. પરંતુ શું તમે જાણો છો કે ચાની સાથે કેટલાક પ્રકારના નાસ્તાનું સેવન કરવું જોઈએ નહીં ? આ અંગે વિચાર કદાચ મોટાભાગના લોકો કરતાં નથી અને એટલે જ તો ચા સાથે એવો નાસ્તો કરી લેતા હોય છે જે તેમને કબજિયાત, એસિડિટી સહિતની સમસ્યા આપે છે. તો ચાલો આજે જાણો કે ચા સાથે કઈ કઈ વસ્તુનું સેવન કરવું જોઈએ નહીં. 

 

 

ચણાના લોટની વસ્તુઓ


ચા સાથે નાસ્તામાં ભજીયા, પુડલા જેવા ચણાના લોટથી બનેલા નાસ્તા મોટાભાગે લેવાતા હોય છે. પરંતુ આમ કરવું યોગ્ય નથી. ચણાના લોટથી બનેલી વસ્તુ ચા સાથે લેવાથી પાચન સંબંધિત સમસ્યા થઈ શકે છે. 

 

કાચી વસ્તુનું ન કરવું સેવન


ચા સાથે કાચી વસ્તુઓનું સેવન પણ ન કરવું જોઈએ. કાચી વસ્તુઓ એટલે કે વેજીટેબલ સેન્ડવીચ, ફ્રુટ, ફણગાવેલા કઠોડ, સલાડ, બાફેલા ઈંડા વગેરે.  

 

ઠંડી વસ્તુઓ ન ખાઓ


ચાની સાથે અથવા ચા પીધા પછી કોઈપણ ઠંડી વસ્તુનું સેવન ન કરવું જોઈએ. ચા પીધા પછી તરત જ પાણી પીવાનું પણ ટાળવું જોઈએ કેમ કે આમ કરવાથી પાચન પ્રક્રિયા પર ખરાબ અસર થાય છે. તે એસિડિટી અથવા પેટની સમસ્યાઓનું કારણ બની શકે છે. 

 

ખાટી વસ્તુઓનું સેવન ન કરો


ઘણા લોકોને લેમન ટી ભાવચી હોય છે. પરંતુ કાળી ચામાં લીંબુ ઉમેરી પીવાથી એસિડિટી અને ગેસની સમસ્યાઓ થાય છે.  લીંબુ સિવાય પણ જે વસ્તુ ખટાશવાળી હોય તેનું સેવન કરવું જોઈએ નહીં. 

 

હળદરવાળી વસ્તુઓ


ચા સાથે એવી વસ્તુઓનું સેવન કરવું જોઈએ નહીં જેમાં હળદરનું પ્રમાણ વધારે હોય. કારણ કે ચા અને હળદરમાં જે રાસાયણિક તત્વો હોય છે તે એકબીજા સાથે રિએક્ટ કરી પેટમાં સમસ્યા સર્જે છે. 

 


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  99251 12230  

View News On Application
RELATED NEWS