દિલ્હી રાઉ કોચિંગ દુર્ઘટના કેસમાં એવન્યુ કોર્ટે CBIને પાઠવી નોટિસ, 9 ઓગસ્ટના થશે આગામી સુનવણી

  • August 07, 2024 12:40 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)




દિલ્હી જૂના રાજેન્દ્ર નગરમાં રાઉ કોચિંગ સેન્ટરના ભોંયરામાં મૃત્યુ સાથે સંબંધિત કેસની સુનાવણી બુધવારે કોર્ટમાં ચાલી રહી છે. સુનાવણી દરમિયાન સીબીઆઈના એડવોકેટે કોર્ટને કહ્યું કે, આ કેસમાં હજુ સુધી એફઆઈઆર નોંધવામાં આવી નથી, એફઆઈઆર નોંધવાની પ્રક્રિયા ચાલી રહી છે. રાઉઝ એવન્યુ કોર્ટે આ કેસમાં સીબીઆઈને નોટિસ પાઠવી હતી. હવે આ કેસની આગામી સુનવણી 9 ઓગસ્ટે થશે.




સુપ્રીમ કોર્ટે કેન્દ્ર અને દિલ્હી સરકારને નોટિસ આપી હતી



રાવ કોચિંગ સેન્ટરના ભોંયરામાં ત્રણ IAS ઉમેદવારોના મૃત્યુના કેસમાં સુપ્રીમ કોર્ટે કેન્દ્ર અને દિલ્હી સરકારને નોટિસ આપી હતી.




SCએ MCDને પણ નોટિસ પાઠવી હતી



સુપ્રીમ કોર્ટે દિલ્હી મ્યુનિસિપલ કોર્પોરેશન (MCD)ને પણ નોટિસ પાઠવી છે. તે જ સમયે, સુનાવણી દરમિયાન, કોર્ટે કહ્યું કે કોચિંગ સેન્ટર્સ ડેથ ચેમ્બર બની ગયા છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application