ભારતીય ક્રિકેટ ચાહકો માટે ખુશખબર, ભારતમાં યોજાઈ શકે છે આ બે ક્રિકેટ સિરીઝ

  • October 28, 2020 02:04 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

 

કોરોનાવાયરસના કારણે ક્રિકેટની રમત રમવાની ઠપ્પ થઈ ગઈ છે. પરંતુ ક્રિકેટ ઓસ્ટ્રેલિયાએ ભારતીય ટીમને આમંત્રણ આપ્યું છે. તેમજ ભારત સાથે યોજાવા જઇ રહેલ વનડે તેમજ ટેસ્ટ સીરીઝ માટે પૂર્વ તૈયારી કરી લીધી છે. એટલું જ નહીં તે માટે મેચ વેનું તેમજ તારીખ પણ જણાવી દીધી છે. પરંતુ તેની વચ્ચે એક ખબર આવી રહી છે કે બીસીસીઆઈ ઓસ્ટ્રેલિયાપ્રવાસ માટે મોટો ફેરફાર કરી શકે છે.


ભારતના ઓસ્ટ્રેલિયા પ્રવાસમાં શું થશે ફેરફાર? 

 

ક્રિકેટ ઓસ્ટ્રેલિયાએ જે પ્રવાસ માટેના શેડ્યુલ જાહેર કર્યું છે તે પ્રમાણે ભારતીય ટીમ 11 ઓક્ટોબરથી ત્રણ મેચની ટ્વેન્ટી૨૦ રમવા માટે ઓસ્ટ્રેલિયા જશે.

 

જ્યારે બીસીસીઆઇના એક અધિકારીએ સંકેત આપ્યા છે કે આ ટી ટ્વેન્ટીનો કાર્યક્રમ બદલવામાં આવી શકે છે. જ્યારે મીડિયા રિપોર્ટ પ્રમાણે બીસીસીઆઈના અધિકારીઓનું માનવું છે કે જો ટી20 વર્લ્ડકપ  કોરોનાવાયરસના કારણે રદ્દ થઇ જશે તો ભારતીય ક્રિકેટ બોર્ડને ભારતીય ક્રિકેટ વિન્ડોનો ઉપયોગ કરવો પડશે. અને ભારતમાં આઇપીએલ યોજવા માટેની વિચારણા કરવામાં આવી શકે છે.

 

બીસીસીઆઈના અધિકારીએ જણાવ્યું છે કે ઓસ્ટ્રેલિયા અને વિરોધ ટી20 સિરીઝ ટેસ્ટ અને વન ડે સીરીઝ રમવા માટે ભારતમાં આયોજનની વિચારણા થઇ શકે છે. 

 


જ્યારે ક્રિકેટ ઓસ્ટ્રેલિયાના ચેરમેન પહેલા જ એ જણાવી ચૂક્યા છે કે કોરોનાવાયરસની મહામારીની વચ્ચે ઓક્ટોબર-નવેમ્બરમાં ઓસ્ટ્રેલિયા માં ટી ટ્વેન્ટીનુ  આયોજન કરવું કે કેમ તે હજી નિર્ધારિત થઇ શકે તેમ નથી. 


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  99251 12230  

View News On Application
RELATED NEWS