રાહતના સમાચાર : આ દવાથી કોરોના વાયરસ 48 કલાકમાં જ થયો નિષ્ક્રિય

  • April 05, 2020 03:31 PM 1001 views

 

મહામારી એવા કોરોના વાયરસની દવા શોધવા માટે દુનિયાભરના વૈજ્ઞાનિકો દિવસરાત એક કરી રહ્યા છે. દુનિયાના દરેક દેશમાં હાલ વૈજ્ઞાનિકો કોરોનાનો ઈલાજ શોધી રહ્યા છે તેવામાં ઓસ્ટ્રેલિયાના વૈજ્ઞાનિકોએ લેબમાં કોરોના વાયરસથી સંક્રમિત કોશિકાઓને 48 કલાકમાં જ ઘાતક વાયરસથી મુક્ત કરી છે. આ કામ તેમણે એવી દવાથી કર્યું છે જે પહેલા જ ઉપયોગમાં છે જ. 

 

વૈજ્ઞાનિકોએ રિસર્ચ બાદ જાણ્યું છે કે દુનિયાભરમાં પહેલા જ છે તેવી એંટી પૈરાસાઈટ દવાથી કોરોના વાયરસને ખતમ કરી શકાય છે. કોરોના વાયરસનો ઈલાજ શોધવાની દિશામાં આ મોટી સફળતા સાબિત થઈ શકે છે. આ સાથે જ હવે આ દવાની ક્લિનિકલ ટ્રાયલ શરુ થઈ શકે છે. 

 

આ અંગે પ્રકાશિત થયેલા રિપોર્ટમાં કહેવાયું છે કે ઈવરમેંક્ટિન નામની દવાના માત્ર એક ડોઝથી કોરોના વાયરસ સહિતના બધા જ વાયરલ આરએનએ 48 કલાકમાં ખતમ થઈ શકે છે. જો સંક્રમણનો પ્રભાવ વધારે ન હોય તો આ કામ 24 કલાકમાં જ થઈ શકે છે.  ઉલ્લેખનીય છે કે આરએનએ વાયરસના તેવા વાયરસને કહેવાય છે જેના જેનેટિક મટીરિયલમાં આરએનએ એટલે કે રિબો ન્યૂક્લિક એસિડ હોય છે. 


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  9978984740  

View News On Application