અરોરા ઈન એકશન: ૧૦૦ ટકા વેકિસનેશન, સ્માર્ટ સિટીને પ્રાયોરિટી

  • June 24, 2021 05:35 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

રાજકોટ મહાનગરપાલિકાના ૩૧મા મ્યુનિસિપલ કમિશનર તરીકે આજે અમિત અરોરા (આઈએએસ)એ સવારે ૧૦–૩૦ કલાકે ચાર્જ સંભાળ્યો હતો. મહાપાલિકાના અધિકારીઓ, પદાધિકારીઓ અને પ્રિન્ટ તેમજ ઈલેકટ્રોનિક મીડિયા સાથે ઈન્ટ્રોડકશન બાદ પત્રકારો સાથેની વાતચીતમાં સ્માર્ટ સિટી પ્રોજેકટની સમિક્ષા અર્થે આજે બપોરે બેઠક યોજશે તેમ જણાવ્યું હતું. ખાસ કરીને સ્માર્ટ સિટી પ્રોજેકટમાં રાજકોટ ૧૬મા ક્રમેથી ૪૬મા ક્રમે કેમ પહોંચી ગયું તેની સમિક્ષા કરશે અને કામગીરીમાં રહેલી ત્રુટિઓને દૂર કરીને રાજકોટ ફરી ઉચ્ચ ક્રમાંક પર આવે તે માટે શું કરી શકાય તે દિશામાં કામગીરી આગળ ધપાવશે તેમ નવનિયુકત કમિશનર અમિત અરોરાએ જણાવ્યું હતું.

 

 

ગોધરા જિલ્લા કલેકટરપદેથી રાજકોટ મ્યુનિસિપલ કમિશનર તરીકે નિમણૂક મેળવનાર અમિત અરોરા ગત રાત્રે ૧૦–૩૦ કલાકે જ રાજકોટ આવી પહોંચ્યા હતા યાં આગળ પીએટુ કમિશનર રવિન્દ્રસિંહ ચુડાસમાએ તેમને સત્કાર્યા હતા. સકિર્ટ હાઉસમાં રાત્રી રોકાણ બાદ આજે સવારે ૧૦–૩૦ કલાકે મહાપાલિકા કચેરીએ આવીને મ્યુનિસિપલ કમિશનર તેમજ રૂડાના ચેરમેન તરીકેનો ચાર્જ સંભાળ્યો હતો. આજે સવારે મહાપાલિકા તેમજ રૂડાના અધિકારીઓ જેમાં ટેકનીકલ પીએટુ મ્યુનિસિપલ કમિશનર રસિક રૈયાણી, પીએટુ મ્યુનિસિપલ કમિશનર રવિન્દ્રસિંહ ચુડાસમા, કમિશનર બ્રાન્ચના આસિ. મેનેજર રામાનુજ તેમજ પીઆરઓ બી.ટી. રાઠોડ અને તેમના સાથી કર્મચારી રાકેશભાઈ શીલુ સહિતના કર્મચારીઓએ સકિર્ટ હાઉસ ખાતે મ્યુનિસિપલ કમિશનરને આવકાર્યા હતા. યારે સવારે ૧૦–૩૦ કલાકે મ્યુનિ.કમિશનર અમિત અરોરા મહાપાલિકાની સેન્ટ્રલ ઝોન કચેરી ખાતે આવી પહોંચ્યા હતા યાં આગળ ડેપ્યુટી કમિશનર સી.કે. નંદાણી અને રૂડાના સીઈઓ ચેતન ગણાત્રાએ તેમને આવકાર્યા હતા ત્યારબાદ તેમણે રાજકોટના ૩૧મા મ્યુનિસિપલ કમિશનર તરીકેનો ચાર્જ તેમજ રૂડાના ચેરમેન તરીકેનો ચાર્જ સંભાળ્યો હતો.

 


રાજકોટના નવનિયુકત ૩૧મા મ્યુનિસિપલ કમિશનર અમિત અરોરાએ ચાર્જ સંભાળ્યા બાદ જણાવ્યું હતું કે, આજે બપોરે તેમણે સ્માર્ટ સિટી પ્રોજેકટ અંગેની બેઠક બોલાવી છે. તેમણે ઉમેર્યું હતું કે તેમના ધ્યાન પર એવી બાબત આવી છે કે, સ્માર્ટ સિટી પ્રોજેકટમાં રાજકોટનો રેન્ક ૧૬મા ક્રમેથી ૪૬મા ક્રમે પહોંચી ગયો છે, આવું કેમ બન્યું તેની સમિક્ષા કરવામાં આવશે અને ફરી રાજકોટ ઉચ્ચ ક્રમાંકે આવે તે દિશામાં પ્રયાસો કરવામા આવશે. વિશેષમાં મ્યુનિસિપલ કમિશનર અમિત અરોરાએ આજકાલ સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે, કોરોનાની ત્રીજી લહેરની આગાહી છે ત્યારે ઓકટોબરમાં સંભવિત ત્રીજી લહેર આવે તે પૂર્વે રાજકોટ શહેરમાં ૧૮ વર્ષથી ઉપરની વયના તમામ નાગરિકોને ૧૦૦ ટકા વેકિસનેશન થઈ જાય તે બાબતને ટોપ પ્રાયોરિટી આપવામાં આવશે.

 

 

તેમણે ઉમેર્યું હતું કે, શહેરમાં જે કોઈ મોટા ઈન્ફ્રાસ્ટ્રકચર પ્રોજેકટ ચાલી રહ્યા છે તે સહિતના તમામ પ્રોજેકટ સમય મર્યાદામાં અને સંપૂર્ણ પારદર્શકતા સાથે સમયસર પૂર્ણ થાય તેવી તેમની કાર્યરચના રહેશે. ચૂંટાયેલી પાંખના પદાધિકારીઓ અને નગરસેવકો સાથે સતત સંકલન રહેશે અને તેમના અભિપ્રાયો ધ્યાને લઈને કામગીરી કરાશે. યારે નળ, ગટર, લાઈટ, સફાઈ, પાણી જેવી ડેઈલી રૂટિન ગ્રિવન્સનો પણ સમય મર્યાદામાં નિકાલ થાય તેના પર પુરતું ધ્યાન આપવામાં આવશે. આજે બપોરે ૧૨ કલાકે મહાપાલિકાના તમામ શાખા અધિકારીઓ સાથે બેઠક યોજી હતી અને તમામનો પરિચય મેળવ્યો હતો. યારે ૧૨–૩૦ કલાકે મેયર ડો.પ્રદીપ ડવની ચેમ્બર ખાતે જઈને તમામ પદાધિકારીઓ સાથે મુલાકાત કરી હતી જેમાં મેયર ડો.પ્રદીપ ડવ, ડેપ્યુટી મેયર ડો.દર્શિતા શાહ, સ્ટેન્ડિંગ ચેરમેન પુષ્કરભાઈ પટેલ, શાસકપક્ષના નેતા વિનુભાઈ ધવા અને દંડક સુરેન્દ્રસિંહ વાળા સહિતના પદાધિકારીઓએ તેમને પુષ્પગુચ્છ આપીને આવકાર્યા હતા.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  99251 12230  

View News On Application
RELATED NEWS