મહાપાલિકામાં હાજરીનું ચેકિંગ થાય તો અડધો સ્ટાફ ગેરહાજર

  • November 08, 2024 03:29 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

રાજકોટ મહાપાલિકા કચેરીમાં હજુ પણ દિવાળીનું વેકેશન ચાલી રહ્યું હોય તેવી સ્થિતિ જોવા મળી રહી છે. મહાપાલિકાની મુખ્ય કચેરી કે જયાં આગળ મેયર અને કમિશનર સહિતના ઉચ્ચ અધિકારીઓ અને પદાધિકારીઓ બેસે છે તે કચેરી પણ ખાલીખમ જોવા મળી રહી છે તો ઇસ્ટ ઝોન અને વેસ્ટ ઝોન સહિતની ઝોનલ કચેરીઓમાં તો જાણે હજુ પણ રજા હોય તેવી સ્થિતિ જોવા મળી રહી છે. મહાપાલિકાની તમામ ૪૦ બ્રાન્ચમાં જો સરપ્રાઇઝ ચેકિંગ કરવામાં આવે તો મોટાભાગનો સ્ટાફ ઘેરહાજર જોવા મળે તે નકકી છે. જોકે, મહાપાલિકામાં હાજરીનું સરપ્રાઇઝ ચેકિંગ છેલ્લ ે કયારે થયું હતું તે પણ કોઇને યાદ નથી.
ખાસ કરીને વિવિધ ફરિયાદો તેમજ રજૂઆતો માટે આવતા અરજદારો અને રજૂઆતકર્તાઓની હાલત સ્ટાફના અભાવે માઠી થઇ ગઇ છે. વેસ્ટ ઝોન કચેરી, ઇસ્ટ ઝોન કચેરી તેમજ સિવિક સેન્ટર અને વોર્ડ ઓફિસોમાં હજુ ઉડે ઉડે જેવો માહોલ જોવા મળી રહ્યો છે. દિવાળી પર્વની રજાઓ પૂર્ણ થઇ ગઇ તેને ત્રણેક દિવસ વીતી ગયા છે પરંતુ મહાપાલિકામાં હજુ રોજીંદી કામગીરી પણ શરૂ થઇ નથી. ખાસ કરીને જન્મ–મરણ વિભાગ, આધારકાર્ડ વિભાગ, ટેકસ બ્રાન્ચ, લ નોંધણી વિભાગ સહિતના વિભાગોમાં અરજદારો હેરાન થતાં નજરે પડે છે



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application