રાજકોટમાં રહેતા મૂળ પાકિસ્તાની યુવાનનો રાત્રીના ગળાફાંસો ખાઈ આપઘાતનો પ્રયાસ

  • March 13, 2021 11:37 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

ભાભી જોઈ જતા બુમાબમ કરતા જીવ બચી ગયો:મોરબીના બગથળામાં અઠવાડિયા પૂર્વે ઝેરી દવા પી લેનાર યુવાનનું મોતરાજકોટના ભગવતીપરા વિસ્તારમાં રહેતા મૂળ પાકિસ્તાની યુવાને રાત્રિના ગળાફાંસો ખાઇ આપઘાતનો પ્રયાસ કર્યો હતો. દરમિયાન તેની ભાભી જોઈ જતા તેણે બૂમાબૂમ કરતા યુવાનનો જીવ બચી ગયો હતો. જોકે તેણે કયા કારણોસર આ પગલું ભર્યું તે જાણી શકાયું ન હતું.

 


આપઘાતના આ બનાવની જાણવા મળતી વિગતો મુજબ ભગવતીપરામાં રિદ્ધિ સિદ્ધિ સોસાયટી શેરી નંબર 1માં રહેતા રાજા તેજપાર મહેશ્વરી (ઉ.વ 23) નામના યુવાને રાત્રિના પરિવારના સભ્યો સાથે જમ્યા બાદ ઓચિંતા પોતાના રૂમમાં જઇ ગળાફાંસો ખાઇ આપઘાતનો પ્રયાસ કર્યો હતો. દિયરને લટકતી હાલતમાં જોઈ ભાભીએ બૂમાબૂમ કરી હતી. જેથી પરિવારના અન્ય સભ્યો આવી જતા તેમણે યુવાનને તુરંત નીચે ઉતારી સારવાર માટે હોસ્પિટલ ખસેડ્યો હતો. આ પરિવાર મૂળ પાકિસ્તાનનો વતની છે અને લોંગ ટર્મ વિઝા પર રાજકોટ રહે છે. જોકે યુવાને ક્યાં કારણસર આ પગલું ફરી લીધું તે જાણી શકાયું ન હતું.

 


અન્ય એક બનાવમાં મોરબીના બગથળા ગામે રહેતા યસકુમાર રમેશભાઈ ફુલતરિયા (ઉ.વ 20) નામના યુવાને ગત શુક્રવારે અગમ્ય કારણોસર ઝેરી દવા પી લેતા તેને પ્રથમ મોરબી બાદમાં વધુ સારવાર માટે રાજકોટ ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. પરંતુ અહીં સારવાર દરમિયાન ગઈકાલે યુવાનનું મોત થયું હતું. ઝેરી દવા પી આપઘાત કરી લેનાર યુવાન બે ભાઈના પરિવારમાં નાનો હોવાનું માલુમ પડ્યું હતું યુવાને ક્યાં કારણસર આ પગલું ભર્યું તે જાણવા પોલીસે તપાસ શરૂ કરી છે.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  99251 12230  

View News On Application
RELATED NEWS