પાકિસ્તાન બાદ હવે બાંગ્લાદેશમાં હિન્દુઓ પર હુમલા: અનેક ઘરો તોડ્યા

  • March 19, 2021 11:25 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

બાંગ્લાદેશમાં સવારે સુનામગંજના શલ્લા અપજિલામાં એક હિન્દુ ગામ પર હજારો હેફઝાત એ ઇસ્લામના સમર્થકોએ હુમલો કર્યો હતો. ગામના હિન્દુ પરિવારો જીવ બચાવવા માટે ઘર છોડીને નાસી ગયા હતા. ટોળાએ ઘરો પર રોષ ઠાલવીને આશરે 70-80 ઘર સળગાવી દીધાં હતાં. વાસ્તવમાં ઘટનાક્રમ એવો હતો કે એક હિન્દુ યુવકે ફેસબુક પોસ્ટ લખીને બંગબંધુ શેખ મુજીબૂર રહેમાનની ર્મૂતિનો વિરોધ કરનારા હેફઝાત એ ઇસ્લામના મુફ્તી મામુલુન હકની ટીકા કરી હતી. પોલીસે મંગળવારે યુવકની ધરપકડ પણ કરી લીધી હતી.

 

 


અનેક ગામના લોકોએ એકત્ર થઈ ને આ ગામમાં હુમલો કર્યો હતો સવારે કાશીપુર, નચની, ચાંદીપુર અને અન્ય કેટલાક મુસ્લિમ બહુમત ધરાવતાં ગામના લોકો નોઆ ગામમાં એકત્ર થયા હતાં અને સ્થાનિક હિન્દુઓના ઘર પર હુમલો કર્યો હતો. હિન્દુ પરિવારો જીવ બચાવવા માટે ઘર છોડીને નાસી ગયા હતા. પોલીસે જણાવ્યું હતું કે આ ઘટનામાં ટોળાએ 70-80 ઘરોમાં તોડફોડ કરી હતી.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  99251 12230  

View News On Application
RELATED NEWS