આનંદબંગલા ચોક પાસે પ્લોટના કબજા બાબતે કારખાનેદાર પર પાઇપથી હુમલો કરી પગ ભાંગી નાંખ્યા

  • April 04, 2021 02:55 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

આનંદબંગલા ચોક પાસે બનાવ બન્યો, યુવકના પિતા વચ્ચે પડતા તેને પણ ધક્કો માર્યો: વાવડી પાસેના પ્લોટ પોલીસમાં અરજી કયર્િ બાદ ખાલી કરવાની ફરજ પડી હતી: છ સામે કાવતરા સહિતની કલમ હેઠળ ગુનો નોંધાયો


શહેરના પંચાયત ચોક પાસે રહેતા અને ગોંડલ રોડ પર ડ્રિલ મશીનનું કારખાનું ધરાવનાર કારખાનેદાર પટેલ યુવાનને આનંદ બંગલા ચોક પાસે આંતરી પાંચ શખસોએ પાઈપ વડે હુમલો કર્યો હતો. હુમલામાં યુવાનના બંને પગે ફ્રેક્ચર થઈ ગયું હતું. વાવડી પાસે આવેલા પ્લોટ પર ભરવાડ શખસે દબાણ કર્યું હોય આ બાબતે પોલીસમાં અરજી કયર્િ બાદ પ્લોટ ખાલી કરવાની ફરજ પડી હતી. આ વાતનો ખાર રાખી આ હુમલો કરવામાં આવ્યો હતો. આ મામલે પોલીસે છ શખ્સો સામે ગુનાહિત કાવતરું રચવા સહિતની કલમ હેઠળ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી કરી હતી.

 


સમીરભાઈ વલ્લભભાઈ અઘેરા (ઉ.વ 43 રહે. પદ્મનાથ ટાવર બી-4 પંચાયત ચોક યુનિવર્સિટી રોડ દ્વારા માલવિયાનગર પોલીસ મથકમાં કરવામાં આવેલી ફરિયાદમાં આરોપી તરીકે રાજુ ઉર્ફે કૂકી છેલાભાઈ ભરવાડ, કાળુભાઈ રિક્ષાવાળા તથા તેની સાથેના ચાર અજાણ્યા શખસોના નામ આપ્યા છે.

 


ફરિયાદમાં જણાવ્યા મુજબ ફરિયાદીને ગોંડલ રોડ પર સંતોષી મશીન ટુલ્સ નામનું ડ્રીલ મશીનનું કારખાનું આવેલું છે ગઈકાલ સવારના તેઓ પોતાની કાર લઈ તેના પિતા વલ્લભભાઈ સાથે કારખાને જવા માટે નીકળ્યા હતા ત્યારે આનંદ બંગલા ચોકથી આગળ જયંત કે.જી મેઇન રોડ પર રીક્ષા આડી નાખી યુવકની કારને રોકી હતી. રિક્ષામાંથી કાળુભાઈ રિક્ષાવાળા તથા તેની સાથેના ચાર અજાણ્યા શખસો ઉતયર્િ હતા અને કારખાનેદાર કંઇ સમજે તે પૂર્વે તેમના પર પાઇપ પડે તૂટી પડ્યા હતા યુવકે મારવાની ના કહેતા કાળુએ કહ્યું હતું કે તે કુકીભાઈનો પ્લોટ ખાલી કરાવ્યો છે તારી સારાવટ નહી રહે.

 


યુવાનને બચાવવા તેના પિતા વલ્લભભાઈ વચ્ચે પડતાં તેમને પણ ધક્કો મારી દીધો હતો કાળુભાઈ રિક્ષાવાળા સાથે રહેલા અજાણ્યા શખસોએ ધોકાવાળી યુવાનને મારમાર્યો હતો. અહીં લોકો એકત્ર થઈ જતા આ શખસો નાસી ગયા હતા. બાદમાં યુવાનને 108 મારફત સારવાર માટે હોસ્પિટલ લઈ જવામાં આવ્યો હતો જ્યાં કારખાનેદાર સમીરભાઈ અઘેરાને બંને પગે ફ્રેક્ચર થયું માલુમ પડ્યું હતું.

 


ફરિયાદીએ પોતાની ફરિયાદમાં વધુમાં જણાવ્યા મુજબ તેમનો વાવડી સર્વે નંબર 41/1 મા 547 વારનો પ્લોટ આવેલો છે જેમાં કુકી ભરવાડ જેનું સાચું નામ રાજુ ઉર્ફે કુકી છેલાભાઈ શિયાળીયા છે તે તથા તેનો ભાઈ રામા બંનેએ ફરિયાદીના પ્લોટ પર ગેરકાયદેસર કબજો કર્યો હોય આ બાબતે તાલુકા પોલીસ મથકમાં અરજી કયર્િ બાદ તેઓને આ પ્લોટ ખાલી કરવાની ફરજ પડી હતી. જે બાબતોનો ખાર રાખી કુકી ભરવાડ પોતાને ત્યાં આવતા કાળુભાઈ રિક્ષાવાળા તથા અજાણ્યા શખસોને મોકલી ફરિયાદી પર હુમલો કરાવ્યો હતો. બનાવ અંગે માલવિયાનગર પોલીસે કારખાનેદારની ફરિયાદ પરથી આરોપીઓ સામે આઈપીસીની કલમ 325,323, 120(બી) તથા જી.પી.એકટ 135 મુજબ ગુનો નોંધ્યો હતો બનાવની વધુ તપાસ હેડ કોન્સ્ટેબલ એ.જે. કાનગડ ચલાવી રહ્યા છે.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  99251 12230  

View News On Application
RELATED NEWS