હદ થઈ: મિલકત માટે મહિલાની પોતાની વૃદ્ધ માતા અને સગી પુત્રી સાથે મારકૂટ

  • May 11, 2021 04:39 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

રતનપરમાં રહેતા વૃદ્ધાએ દીકરીના છૂટાછેડા થઈ ગયા હોય તેના અને પૌત્રીના નામે ત્રણ મકાન અને ૧૨ લાખની એફ.ડી મૂકી હતી: દીકરી વારંવાર આવી ઝગડા કરતા એફ.ડી અને એક મકાન પરત માંગતા વૃદ્ધા માતાને લાફા મારી ધમકી આપી: માસૂમ પૌત્રીને પણ વેચી નાંખવાની વાત કરતા અંતે ફરિયાદ નોંધાવી

 


શહેરના બજરંગવાડી વિસ્તારમાં રહેતી મહિલા મિલકતની લાલચમાં તમામ મર્યાદાઓ ઓળંગી ગઈ હોય તેમ મિલકત માટે તેણે પોતાની વૃદ્ધ માતા અને સગી પુત્રીને માર માર્યેા હતો. તેમજ દીકરીને વેચી દેવાની વાત કરતાં અંતે વૃદ્ધાએ સગી પુત્રી સામે કુવાડવા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે, જે ફરિયાદના આધારે પોલીસે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી કરી છે.

 


આ બનાવની જાણવા મળતી વિગતો મુજબ રતનપરમાં ગાયત્રી મંદિર સામે તુલસી પાર્કમાં આઈ શ્રી ખોડીયાર કૃપા નામના મકાનમાં રહેતા સુશીલાબેન જીતેન્દ્રભાઈ માણેક (ઉ.વ ૬૫) નામના વૃદ્ધાએ કુવાડવા રોડ પોલીસ મથકમાં પોતાની સગી દીકરી હેતલ જીતેન્દ્રભાઈ માણેક (રહે જામનગર રોડ બજરંગવાળી શેરી નંબર ૧૧) સામે ફરિયાદ નોંધાવી છે.

 


વૃદ્ધાએ પોતાની ફરિયાદમાં જણાવ્યા મુજબ, તેમને સંતાનમાં બે પુત્ર, બે પુત્રી છે. સૌથી નાની દીકરી હેતલના બે વખત લ થયા હતા. પરંતુ મનમેળ નહીં થતા છૂટાછેડા લીધા હતા. બીજા લમાં તેને સંતાનમાં એક પુત્રી છે. પુત્રી હેતલના બે લ વિચ્છેદ થતા તેને અને પૌત્રીને પોતાની સાથે રાખી હતી. પુત્રીના નામે ૧૨ લાખની એફ.ડી ઉપરાંત બજરંગવાડીમાં લેટ, રતનપરમાં એક મકાન લઇ દીધું હતું. પુત્રી હેતલના નામે કોઠારિયા સોલવન્ટમાં એક કવાર્ટર પણ છે.

 


દરમિયાન પુત્રી હેતલ સાથે મિલકત મુદ્દે અવારનવાર ઝઘડાઓ થતા રહેતા હોય તે છેલ્લા ચાર મહિનાથી તેના નામે બજરંગવાડીમાં લઇ આપેલા લેટમાં એકલી રહેવા જતી રહી હતી. તેમ છતાં પુત્રી હેતલ રતનપર આવી ઝઘડાઓ કરતી હોય તેના નામે બેંકમાં રાખેલી ૧૨ લાખની ફિકસ ડિપોઝિટ અને રતનપરનું મકાન આપી દેવા કહ્યું હતું. જેથી તેને પરત આપવાની ચોખ્ખી ના પાડી દીધી હતી.

 


દરમિયાન ફેબ્રુઆરી મહિનામાં ફરી રતનપર ગામે ઘરે આવી ઝઘડો કરી ગાળો ભાંડી હતી. અને મારા મકાન તરફ આવશો તો જાનથી મારી નાખીશ અને તમારી પાસે રહેતી મારી પુત્રીને કયાંક વહેંચી નાખીશ, બાદમાં પોતે દવા પી તમને બધાને ખોટા કેસમાં ફિટ કરાવી દેવાની ધમકી આપી હતી.

 

 

મામલો વધુ બિચકતા તેણે વૃદ્ધ માતાને લાફા માર્યા હતા.પણ પુત્રી હોવાથી વૃદ્ધાએ ઝેરનો કડવો ઘુંટ પણ પી આ મામલે પોલીસ કે કોઈને કાંઈ વાત કહી ન હતી. પરંતુ પુત્રી હેતલ પૌત્રીને પણ માર મારતી હોય આ વાત સહન ન થતા અંતે ફરિયાદ નોંધાવી હતી. કુવાડવા રોડ પોલીસમથકના એ.એસ.આઇ આર.કે.ડાંગરે ગુનો નોંધી હેતલની ધરપકડ કરવા તજવીજ હાથ ધરી છે.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  99251 12230  

View News On Application
RELATED NEWS