ઘરની બહાર નહીં નીકળવાનું સમજાવા જતાં પ્રૌઢ પર હુમલો

  • October 28, 2020 11:34 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

શહેરના કુવાડવા રોડના વલ્લભનગરમાં પાડોશીના છોકરાવ બહાર ક્રિકેટ રમતા હોવાથી તેને ઘરમાં જવા માટેનું સમજાવા જતા પ્રૌઢ પર મહિલા સહિતનાએ છરી-બેટ વડે હુમલો કરતા સારવારમાં ખસેડાયા હતા. વચ્ચે પડતા તેમના  પુત્રને પણ  ઇજા થઇ હતી. પોલીસે ઘટના સ્થળે પહોંચી તપાસ હાથ ધરી છે. 
પ્રાપ્ત વિગત મુજબ કુવાડવા રોડ પર ગાંધી સ્મૃતિ સોસાયટી પાસે વલ્લભનગર-૩માં રહેતાં નારણભાઇ કડવાભાઇ પરમાર (ઉવ.૫૧)ના રજપૂત પ્રૌઢ  ઉપર ગતરોજ લોકડાઉનના દિવસે સાંજે સાતેક વાગ્યે તેના ઘર નજીક દિપેશ ડોડીયા,જીતેન્દ્ર ડોડીયા અને પ્રભાબેન ડોડીયાએ છરીથી હુમલો કરી ગાળો દઇ ઢીકાપાટુનો માર મારતાં સિવિલમાં ખસેડાયા હતાં. હુમલામાં તેના પુત્ર શુભમને પણ ઇજા થઇ હતી. 


બનાવ અંગે હોસ્પિટલ ચોકીના સ્ટાફે બી-ડિવીઝન પોલીસને જાણ કરી હતી. પોલીસે પ્રૌઢની ફરિયાદ પરથી ગુનો નોંધ્યો છે. પ્રૌઢના કહેવા મુજબ કોરોના વાયરસ સંદર્ભે ઘરમાં જ રહેવાનો સરકારનો આદેશ હોઇ છતાં પડોશી દિપેશ અને જીતેન્દ્ર ડોડીયા ઘર પાસે શેરીમાં ક્રિકેટ રમતાં હતાં આથી પોતે તેને સમજાવવા અને ઘરમાં રહેવાનું કહેવા જતાં દિપેશે બેટથી હુમલો કર્યો હતો અને જીતેન્દ્ર ઘરમાંથી છરી લઇ દોડી આવ્યો હતો. તેની સાથેના પ્રભાબેન ડોડીયા પણ આવ્યા હતાં અને ત્રણેયે  હુમલો કર્યો હતો.પોલીસે વધુ તપાસ હાથ ધરી છે
 


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  99251 12230  

View News On Application
RELATED NEWS