હેમુ ગઢવી હોલ પાસે સાગર મોટર્સના સંચાલક ઉપર હુમલો

  • April 14, 2021 03:00 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

બાઈક ઉપર આવલે બે શખસોએ બેફામ ગાળો આપી માર માર્યો: બાઈક નંબરના આધારે પોલીસ તપાસ

 


શહેરના હેમુ ગઢવી હોલ પાસે સરાજાહેર લોહાણા યુવાન ઉપર એક વૃધ્ધ અને તેની સાથે આવેલા બાઈકચાલક સહિતના શખસોએ ગાડી કેમ માથે ચડાવી તેવું કહી સરાજાહેર હુમલો કર્યો હતો. આ બનાવ અંગે પોલીસને જાણ કરવામાં આવી છે. બાઈક નંબરના આધારે તપાસ કરવામાં આવતા બાઈક જામનગરના લાલપુર તરફનું હોવાનું જાણવા મળ્યું છે.

 


શહેરના જાણીતા લોહાણા અગ્રણી સાગર મોટર્સના સંચાલક પુનિત બીપીનભાઈ ઘાણી રવિવારે સાંજે પત્ની અને પુત્ર સાથે પોતાની ક્રેટા કાર લઈ હેમુ ગઢવી હોલથી આગળ વિરાણી ચોક પાસે શેરડીનો રસ પીવા નીકળ્યા હતા ત્યારે તેમની કારને હેમુ ગઢવી હોલ નજીક બાઈક ઉપર આવેલા બે શખસોએ આંતરી હતી. કારના આડે બાઈક નાખી કાર ઉભી રખાવી હતી અને સાગર ઘાણી કશું બોલે તે પૂર્વે જ તે જયારે કારની નીચે ઉતયર્િ તુરંત બન્ને શખસોએ માર મારવાનું શ કરી દીધું હતું. થોડીવારમાં એક વૃધ્ધ અને યુવતી પણ ત્યાં આવ્યા હતા અને આ લોકોએ સાગર ઘાણીને રોડ ઉપર પછાડી માર માર્યો હતો. આ ઘટના વખતે પુનિતના પત્નીએ બાઈકનો ફોટો પાડી લીધો હતો અને આ અંગે પોલીસને જાણ કરવામાં આવતા જાગનાથ ચોકીના પીએસઆઈ ટી.ડી.ચુડાસમા અને સ્ટાફ ઘટના સ્થળે પહોંચ્યો હતો.

 


પોલીસ ઘટના સ્થળે પહોંચે તે પૂર્વે હમલાખોરો નાસી ગયા હતા. તપાસ કરતા આ બાઈક જામનગરના લાલપુરના એક વ્યક્તિના નામે નોંધાયેલું હોવાનું જાણવા મળ્યું હતું આ અંગે લાલપુર પોલીસને પણ જાણ કરવામાં આવી છે. સાગર ઘાણીએ જણાવ્યું હતું કે, તે પરિવાર સાથે રસ પીવા નીકળ્યા ત્યારે તેમને કોઈની સાથે કાર અથડાઈ નથી છતાં પણ આ બનાવમાં તેમની ઉપર હમલો કરવા પાછળ અને જાહેરમાં આ ગુંડાગીરી કરનાર તત્વો કોણ હતી તે અંગે પોલીસ તપાસ શ કરાઈ છે.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  99251 12230  

View News On Application
RELATED NEWS