ગાંધીસ્મૃતિમાં રાજપુત પરિવાર પર પડોશીનો ધોકા વડે હુમલો

  • October 28, 2020 11:34 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

કોરોના ની મહામારી રોકવા સરકારે કરેલા લોક ડાઉન દરમિયાન ગાંધી સ્મૃતિ સોસાયટી માં ઘરની બહાર કેમ ઊભા છોકરી પાડોશી શખ્સોએ ધોકા વડે હુમલો કરતા પોલીસે ગુનો નથી આરોપીઓને ઝડપી લઈ કાર્યવાહી કાર્યવાહી હાથ ધરી છે જ્યારે પોલીસે પેટ્રોલિંગ દરમિયાન ભગવતીપરામાં જાહેરમાં ઝઘડો કરનાર ચાર શખ્સોને ઝડપી લઈ તેની સામે ગુનો નોંધી વિશેષ કાર્ય હાથ ધરી છે.


પોલીસ સૂત્રોના જણાવ્યા મુજબ કુવાડવા રોડ પર આવેલ ગાંધી સ્મૃતિ સોસાયટીમાં રહેતા પ્રભાબેન ભગવાનજીભાઈ ડોડિયાએ બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં નોંધાવેલી ફરિયાદમાં જણાવ્યું હતું કે તેનો દીકરો દિવ્યેશ અને પૌત્ર ક્રિષ્ના જીતેન્દ્રભાઈ ડોડીયા બંને ઘર પાસે બેટ-બોલ લઈને ઉભા હતા ત્યારે પાડોશમાં રહેતા નારણભાઇ કડવાભાઇ પરમાર આવ્યા હતા અને હાલો તમારા ઘરમાં જાવ કહી ઝઘડો કરી તેના પુત્ર રણધીર, શુભમ અને પત્ની મંજુલાબેન ધસી આવ્યા હતા અને તમામે લાકડીથી અને ઢીકાપાટુનો માર મારી બંનેને જમીન ઉપર પછાડી દીધા હતા અને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી આ અંગે પ્રભાબેનના પુત્ર જીતેન્દ્ર ડોડીયા સાથે વાતચીત કરતા તેઓએ એવું જણાવ્યું હતું કે નરભાઈ અવારનવાર ઘર બહાર ભૂંડી ગાળો બોલી ત્રાસ આપે છે ત્રણેક વર્ષ પૂર્વે પણ તેઓ વિરુદ્ધ અરજી કરી હતી તેઓ પોતાની ધાક જમાવવા માટે આવું કર્યા કરે છે જેથી આ અંગે ચારેય સામે ફરિયાદ નોંધાવતા એએસઆઇ કે યુ વાળા સહિતના સ્ટાફે જરૂરી કાર્યવાહી કરી હતી. જયારે પીએસઆઇ એમ એફ ડામોર અને સ્ટાફ નાઈટ પેટ્રોલીંગમાં હતો દરમિયાન ભગવતીપરા પરસોતમ પાર્કમાં જાહેરમાં ઝઘડો કરી સુલેહ શાંતિનો ભંગ કરતા આફતાબ જલાલુદીનભાઈ મન્સૂરી, સાહિલ મહમદ આરબભાઇ સરવદી, રુસ્તમ મહમદ અલી શેખ મન્સૂરી અને મહમદ અલી ઉંમર શેખ મન્સૂરીને ઝડપી લઇ ધોરણસરની કાર્યવાહી કરી હતી.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  99251 12230  

View News On Application
RELATED NEWS