ગોંડલના ખાંડાધાર ગામે દલિત યુવાન ઉપર હુમલો

  • March 15, 2021 05:48 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

ગોંડલ તાલુકાના ખાંડાધાર ગામે સહકારી મંડળી ની ઓફિસમાં બેસવા બાબતે દલિત યુવાન ઉપર વાણંદ શખ્સે હુમલો કરતા આ અંગે પોલીસ ફરિયાદ નોંધાઇ છે.


ખાંડાધાર ગામે રહેતા દિલીપભાઈ હરિભાઈ ડાંગરે નોંધાવેલી ફરિયાદમાં આરોપી તરીકે કાંતિભાઈ ગિરધર લખતરિયા નું નામ આપ્યું છે ફરિયાદમાં જણાવ્યા મુજબ દિલીપભાઈ પોતાના કામ માટે સહકારી મંડળીની ઓફિસે ગયો હોય જ્યાં ઓફિસમાં ભીડ હોવાથી દિલીપભાઈ ખુરશી લઈને ત્યાં બેઠો હોય તે દરમિયાન કાંતિ લખતરિયા ત્યાં આવ્યો હતો અને તારે અહીં બેસવાનો અધિકાર નથી તેમ કહીને ઝઘડો કર્યો હતો ત્યારે દિલીપે ઓફિસ તમારા બાપુજી નથી તેમ કહેતાં કાંતિએ કાંઠલો પકડી ઓફિસની બહાર બજારમાં લઈ જઈ દિલીપ ડાંગરને લોખંડના સળીયા વડે માર માર્યો હતો જે બાબતે ગોંડલ તાલુકા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાઇ છે.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  99251 12230  

View News On Application
RELATED NEWS