આત્મા પ્રોજેક્ટ જામનગર દ્વારા પ્રાકૃતિક ખેતીની માહિતી અપાઈ 

  • January 10, 2023 04:31 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

આત્મા પ્રોજેક્ટ જામનગર ના પ્રોજેક્ટ ડાયરેક્ટર બી એમ આગઠ સાહેબ ના માર્ગદર્શન હેઠળ જામનગર જિલ્લાના જોડીયા તાલુકાના જશાપર ગામે ગીરધર બાપા પ્રાકૃતિક ફાર્મ ખાતે જિલ્લા અંદર તાલીમ યોજાયેલ જેમાં બહોળી સંખ્યામાં ખેડૂતોએ ભાગ લીધો.


 જેમાં  કૃષિ વિજ્ઞાન કેન્દ્ર જામનગર ના વડા ડો. કે.પી.બારૈયા તથા જામનગર જિલ્લાના ડેપ્યુટી પ્રોજેક્ટ ડાયરેક્ટર જે.બી પટેલ દ્વારા રાસાયણિક ખેતીમાં વપરાતા ખાતરો અને જંતુનાશક દવાઓથી પર્યાવરણ જમીન અને મનુષ્યના જીવન પર થતી વિપરીત અસરો અંગે ખેડૂતોને માહિતી આપી તેમજ જીવામૃત બનાવવાની પદ્ધતિ અંગે લાઈવ ડેમોસ્ટ્રેશન રાખી ખેડૂતોને માહિતગાર કરાયા અને જીવામૃતથી થતા ફાયદા વિશે ખેડૂતોને માહિતી આપવામાં આવી.


 તેમજ જશાપર ગામના ગીરધરભાઈ એચ.પનારા ના પુત્ર  પ્રગતિશીલ ખેડૂત પરેશભાઈ ગિરધરભાઈ પનારા દ્વારા હળદર. ટમેટા. ઘઉં. પ્રાકૃતિક ખેતીના સિદ્ધાંતો સરળ ભાષામાં સમજાવી એમના પ્રાકૃતિક ખેતીમાં થયેલા અનુભવો ખેડૂતોને સમજાવી પ્રાકૃતિક ખેતી તરફ વળવા માટે પ્રેરણા આપી હતી.અને જસાપર ગામના સરપંચ હેમરાજભાઇ પનારા પણ ઉપસ્થિત રહ્યાં હતાં. આ સમગ્ર તાલીમનું આયોજન જોડિયા તાલુકાના બ્લોક ટેકનોલોજી મેનેજર આશીષ કે. સંઘાણી તેમજ આસિસ્ટન્ટ ટેકનોલોજી મેનેજર જે. ડી. રાઠોડ દ્વારા કરવામાં આવેલું હતુ.
​​​​​​​



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application