ઓલમ્પિકમાં શાનદાર પ્રદર્શન બાદ આજે ભારત પરત ફરશે એથ્લીટ, મેજર ધ્યાનચંદ સ્ટેડિયમમાં થશે મેડલ વિનર્સનું સન્માન

  • August 09, 2021 09:53 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

ટોક્યો ઓલિમ્પિકમાં શાનદાર પ્રદર્શન કર્યા બાદ ભારતીય એથ્લીટ આજે સ્વદેશ પરત ફરશે. દેશ માટે મેડલ જીતનાર બધા ખેલાડીઓનું આજે સાંજે મેજર ધ્યાનચંદ નેશનલ સ્ટેડિયમમાં આયોજીત એક કાર્યક્રમમાં સન્માનિત કરવામાં આવશે. જાણકારી અનુસાર આ કાર્યક્રમ દરમિયાન પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી વીડિયો કોન્ફરન્સ દ્વારા ખેલાડીઓ સાથે ચર્ચા કરશે. ભારતે ટોક્યો ઓલિમ્પિકમાં કુલ સાત મેડલ જીત્યા, જેમાં એક ગોલ્ડ, બે સિલ્વર અને ચાર બ્રોન્ઝ મેડલ સામેલ છે.

 

સ્પોર્ટસ ઓથોરિટી ઓફ ઈન્ડિયા (SAI) એ મેજર ધ્યાન ચંદ સ્ટેડિયમમાં આ કાર્યક્રમનું આયોજન કર્યુ છે, જેમાં ટોક્યો ઓલિમ્પિકમાં મેડલ જીતનાર ખેલાડીઓનું સન્માન કરવામાં આવશે. આ કાર્યક્રમ સાંજે 6.30 કલાકે શરૂ થશે. કાર્યક્રમમાં કેન્દ્રીય ખેલ મંત્રી અનુરાગ ઠાકુરની સાથે પૂર્વ ઓલિમ્પિક ખેલાડી અને ભારત સરકારના અધિકારી હાજર રહેશે.

 

ટોક્યોથી આજે ગોલ્ડન બોય નીરજ ચોપડા, પુરૂષ અને મહિલા હોકી ટીમ, બજરંગ પૂનિયા અને ટ્રેક એન્ડ ફીલ્ડની ઇવેન્ટમાં સામેલ એથ્લીટ આવી રહ્યા છે. આ બધા આજે સાંજે 5.15 કલાકે દિલ્હી એરપોર્ટ પહોંચશે. મહિલા હોકી ટીમ એરપોર્ટથી સીધી અશોકા હોટલ જશે જ્યારે નીરજ ચોપડા, પુરૂષ હોકી ટીમ અને બજરંગ પૂનિયા સીધા ધ્યાનચંદ નેશનલ સ્ટેડિયમ જશે.

 

આ સિવાય અન્ય મેડલ વિજેતા ભારતીય એથ્લીય પહેલાથી સ્વદેશ પરત ફરી ચુક્યા છે. મીરાબાઈ ચાનૂ, પીવી સિંધુ, રવિ દહિયા અને લવલીના બારગોહેન આ બધા આજે કાર્યક્રમમાં સામેલ થશે. જાણકારી અનુસાર સાંજે 6.30 કલાકે આ સન્માન સમારોહની શરૂઆત થઈ શકે છે. સન્માન સમારોહ બાદ બધા એથ્લીટ અશોકા હોટલ માટે રવાના થશે.

 

ભારતે ટોક્યો ઓલિમ્પિકમાં કુલ 7 મેડલ જીત્યા છે, જે એક ઓલિમ્પિકમાં ભારતનું સર્વશ્રેષ્ઠ પ્રદર્શન છે. ભારત માટે નીરજ ચોપડાએ ભાલા ફેંકમાં ગોલ્ડ, મીરાબાઈ ચાનૂએ વેઇટલિફ્ટિંગમાં સિલ્વર, રેસલર રવિ દહિયાએ રેસલિંગમાં સિલ્વર, પીવી સિંધુએ બેડમિન્ટનમાં બ્રોન્ઝ, લવલીનાએ બોક્સિંગમાં બ્રોન્ઝ, બજરંગ પૂનિયાએ કુશ્તીમાં બ્રોન્ઝ અને પુરૂષ હોકી ટીમે બ્રોન્ઝ મેડલ જીત્યો છે.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  99251 12230  

View News On Application
RELATED NEWS
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)
Covid amongst kids
  • May 10, 2021