8 વર્ષની ઉંમરમાં જ નોંધાવ્યા 8 વર્લ્ડ રેકોર્ડ, માત્ર 3 મિનિટમાં આ કુશળતા બતાવી બન્યો રેકોર્ડ  

  • June 10, 2023 10:07 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

સોનીપતના સેક્ટરમાં રહેતો માર્ટિન 8 વર્ષનો છે. માર્ટિન તેની ઉંમર પ્રમાણે 8 વર્લ્ડ રેકોર્ડ ધરાવે છે.માર્ટિનની આ કુશળતા જોઈને લોકો આશ્ચર્યચકિત થઈ જાય છે.


સોનીપતના સેક્ટરમાં રહેતો માર્ટિને સાબિત કરી દીધું છે કે ઉંમર માત્ર એક આંકડો છે. માર્ટિન નામનો આ બાળક 8 વર્ષનો છે .તેને તેની ઉમર જેટલા જ વર્લ્ડ રેકોર્ડ પોતાના નામે કરી લીધા છે.માર્ટિને માત્ર 3 મિનિટમાં 100 મુક્કા માર્યા છે. આ કુશળતા જોઈને લોકો આશ્ચર્યચકિત થઈ જાય છે. પુખ્ત વયના લોકો જે કરી શકતા નથી, તે 8 વર્ષના બાળકે કરી બતાવ્યું. માર્ટિને વિશ્વ સ્તરે રેકોર્ડ બનાવીને સમગ્ર દેશનું નામ રોશન કર્યું છે. માર્ટિને અત્યાર સુધીમાં 8 વર્લ્ડ રેકોર્ડ અને 3 એશિયા રેકોર્ડ બનાવ્યા છે.


લોકડાઉન ઘણા લોકો માટે વરદાનથી ઓછું નથી. લોકડાઉનમાં ઘણા લોકોએ પોતાની કારકિર્દી બનાવી છે. લોકડાઉન દરમિયાન જ્યારે કરવાનું કંઈ ન હતું, ત્યારે માર્ટિને આ ફ્રી સમયનો લાભ લીધો. તેણે પિતાની મદદથી ઘરે જ કિકબોક્સિંગની યુક્તિઓ શીખી હતી. તેણે ઘણી પ્રેક્ટિસ કરી હતી.વર્લ્ડ રેકોર્ડ બનાવ્યા બાદ માર્ટિનનું લંડનની સંસદમાં પણ સન્માન કરવામાં આવ્યું હતું.માર્ટિન પહેલા પંચિંગ બેડ પર 3 મિનિટમાં 918 મુક્કા મારવાનો વર્લ્ડ રેકોર્ડ રશિયાના 28 વર્ષીય પાવેલના નામે હતો. પરંતુ 8 વર્ષની ઉંમરે માર્ટિને 3 મિનિટમાં 1105 પંચ ફટકારીને આ રેકોર્ડ હાંસલ કર્યો છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application