રાત્રી કરયુ સમયે આંટાફેરા કરનારા વધુ ૧૦૬ ઝડપાયા

  • May 04, 2021 03:30 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

શહેરમાં કોરોનાની સ્થિતિમાં આંશિક સુધાર થયો હોય તેમ કેસ અને સિવિલ હોસ્પિટલ બહાર દર્દીઓની લાઈનમાં થોડો ઘટાડો થયો છે.આવી સ્થિતિમાં પણ કેટલાક લોકો સુધરવાનું નામ જ ન લેતા હોય તેમ કરયુ સમયે લટાર મારવા નીકળેલા વધુ ૧૦૬ શખસો પોલીસ ચોપડે ચડી ગયા હતા. શહેરમાં રવિવાર રાત્રિના અલગ–અલગ વિસ્તારમાં પોલીસે ચેકિંગ દરમિયાન કરયુ સમયે અત્યતં જરી કામ ન હોવા છતાં ઘર બહાર નિકળનારા ૧૦૬ શખ્સો સામે કરયુ જાહેરનામાનો ભગં કરવા અંગેનો ગુનો નોંધ્યો છે.

 

 


આ ઉપરાંત શહેર પોલીસ દ્રારા જાહેરનામા ભંગના કુલ ૧૩૫ કેસ કરવામાં આવ્યા છે. જેમાં માસ્ક ન પહેરનાર ૨૦ શખસો પોલીસ ઝપટે ચડી ગયા હતા.તેમજ દુકાનોમાં સોશિયલ ડિસ્ટન્સ પાલન ન થતું હોય તેવા ૪ દુકાનદારો સામે કાર્યવાહી કરવામાં આવી છે વાહનમાં ક્ષમતા કરતા વધુ મુસાફર બેસાડનાર ચાર રીક્ષા ચાલક સામે જાહેરનામા ભંગની કાર્યવાહી કરવામાં આવી છે. 


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  99251 12230  

View News On Application
RELATED NEWS