પાકિસ્તાનમાં સિંધમાં બે ટ્રેન વચ્ચે ટક્કર, 30 લોકોના મોત અનેક ઘાયલ

  • June 07, 2021 09:36 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

પાકિસ્તાનના સિંધમાં મોટી ટ્રેન દુર્ઘટના થઈ છે. આ દુર્ઘટનામાં 30 લોકોના મોત થયા છે જ્યારે અનેક ઘાયલ થયા છે. દુર્ઘટના એટલી ભયંકર છે કે મૃત્યુઆંક વધવાની આશંકા છે. આ ઘટનામાં 40થી 50 લોકો ઘાયલ થયા હોવાનું સામે આવ્યું છે. 

 

આ દુર્ઘટના સોમવારે વહેલી સવારે થઈ હતી. ઘણા મુસાફરો ગંભીર રીતે પણ ઘાયલ થયા છે. હજુ પણ ટ્રેનની બોગીમાં કેટલાક યાત્રીઓ ફસાયેલા છે જેમને બહાર કાઢવાનું અભિયાન શરુ કરવામાં આવ્યું છે. 

 

રેલ્વે વિભાગના જણાવ્યાનુસાર મિલ્લત એક્સપ્રેસ કરાચીથી સરગોધા જઈ રહી હતી ત્યારે રસ્તામાં તે પાટા પરથી ઉતરી ગઈ હતી. આ વચ્ચે રાવલપિંડીથી કરાચી જતી સૈયદ એક્સપ્રેસે તેને ટક્કર મારી દીધી હતી. દુર્ઘટના પછી મિલ્લત એક્સપ્રેસની આઠ અને સર સૈયદ એક્સપ્રેસના એન્જીન સહિત 3 બોગી પાટા પરથી ઉતરી ગઈ હતી.  

 


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  99251 12230  

View News On Application
RELATED NEWS