જન્મદિવસ સાથે જોડાયેલા આ વાસ્તુ ટિપ્સ અપનાવો, દિવસને બનાવો ખાસ

  • October 28, 2020 11:34 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

 

વ્યક્તિના જીવનમાં બહુ ઓછા દિવસો એવા હોય છે કે જેને લોકો જીવનભર યાદ રાખે છે. દરેક વ્યક્તિને જીવનમાં એ દિવસ યાદ રહે છે જેમાં તે બહુ ખુશ હોય કે એ દિવસે સૌથી વધારે સમસ્યા આવી હોય. આવો જ એક દિવસ હોય છે જન્મદિવસ. જે દિવસે વ્યક્તિનો જન્મ થાય છે તેને દરેક વ્યક્તિ  આજીવન યાદ રાખે છે, અને દર વર્ષે ઉજવે છે.

 

જ્યોતિષશાસ્ત્રની વાત કરીએ તો વ્યક્તિના જન્મનો સંબંધ તેના ભાગ્ય સાથે હોય છે. માનવામાં આવે તો દરેક વ્યક્તિને પોતાના જન્મદિવસે ખાસ બાબતોનું ધ્યાન રાખવું જોઈએ કે જેથી આવનારા વર્ષ તેના જીવનમાં ખુશીઓ ભરી દે.


જન્મદિવસે કોઇપણ વ્યક્તિ ઘરના દરવાજા પર આવે તો તેને ખાલી હાથ પોતાના ઘરમાંથી ન જવા દેવા જોઈએ ભલે તે પોતાનો મિત્ર હોય, સંબંધી હોય કે ગરીબ વ્યક્તિ, તેને ભેટ આપી પછી જ રવાના કરવા જોઈએ.


દેવોના દેવ શનિદેવને દારૂનું સેવન કરનારા લોકો બિલકુલ પસંદ નથી, એવામાં જો તમે શનિદેવની પૂજા કરો છો, તો આ દિવસે દારૂનું સેવન ન કરવું જોઈએ, નહિતર શનિદેવના કોપનો ભોગ બનવું પડી શકે છે.

 

એવી કોશિશ કરો કે જન્મદિવસ પર આવનાર કોઇ પણ વ્યક્તિએ વડનું વૃક્ષ વાવવું જોઈએ. પરંતુ જો વડનો છોડ ન મળે તો કોઈપણ છોડ તમારે ઉગાડવો જોઈએ.


શાસ્ત્રોના જણાવ્યા પ્રમાણે આ દિવસે વડીલોના આશીર્વાદ સાથે દિવસની શરૂઆત કરવી જોઈએ. સાથે જ સવારે મંદિરે અને ઇષ્ટદેવના દર્શન કરવા પણ જરૂરી છે.

 

બાળકો તોફાન કરે છે પરંતુ એ ધ્યાન રાખવું જોઈએ કે આ ખુશીના મોકા પર બાળકોને ખીજાવા જોઈએ નહીં. ધ્યાન રાખો કે આ ખુશીના દિવસો પર આવા ભગવાન સ્વરૂપ બાળક નારાજ ન થઈ જાય. 

 

આજના દિવસે કોઈ જરૂરિયાતમંદ, ગરીબ કે પછી વડીલ કે બાળકની ઇચ્છા પૂર્ણ કરવી જોઈએ.

 

દરેક વ્યક્તિના જીવનમાં સારી અને ખરાબ આદતો હોય છે, જો આપ તમે ખુશ અને શાંતિસભર જીવન પસાર કરવા માંગતા હોય તો દરેક જન્મદિવસ પર એક ખરાબ આદતનો ત્યાગ કરવો જોઈએ,અને એક સારી બાબતને જીવનમાં ગ્રહણ કરવી જોઈએ, આમ કરવાથી પ્રત્યેક વર્ષ તમારા જીવનમાં નવી ખુશીઓ અને આશાઓનો સંચાર થશે.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  99251 12230  

View News On Application
RELATED NEWS