એસ્ટ્રાજેનેકા પર 18 દેશોમાં પ્રતિબંધ: ભારતમાં નહીં

  • March 16, 2021 11:50 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

ભારતમાં એસ્ટ્રાજેનેકાની રસી કોવિશિલ્ડના નામે સિરમ ઇન્સ્ટીટયૂટ બનાવે છેએસ્ટ્રાજેનેકાની કોરોના રસી મૂકાવ્યા બાદ લોહીના ગઠ્ઠા જામી જવાની ફરિયાદોને ધ્યાનમાં રાખીને જર્મની, ફ્રાન્સ, ઈટાલી અને સ્પેન સહિત જુદા જુદા 18 દેશોએ રસી ના ઉપયોગ પર અસ્થાયી રીતે રોક લગાવી છે. આ અગાઉ આયરલેન્ડે રોક લગાવવાનો નિર્ણય લીધો હતો. જો કે AstraZeneca   અને વૈશ્વિક સ્વાસ્થ્ય અધિકારીઓએ દાવો કર્યો છે કે આ રસી સંપૂર્ણ રીતે સુરક્ષિત છે. ઈટાલીએ આ અંગે એક નિવેદન બહાર પાડીને કહ્યું કે આ નિર્ણય અન્ય યુરોપીયન દેશો તરફથી ઉઠાવવામાં આવેલા પગલાને ધ્યાનમાં રાખીને લેવાયો છે. ભારતમાં આ રસી કોવીશીલ્ડના નામે આપવામાં આવે છે અને તે પુનાની સીરમ ઇન્સ્ટીટયુટ બનાવે છે. ભારતમાં આ રસી ઉપર પ્રતિબંધ માટે કોઇ વિચારણા થઇ રહી નથી.

 


ઈટાલીના ઉત્તરી પિડમોન્ટ વિસ્તારમાં 57 વર્ષના એક ટીચરે શનિવારે આ રસી લીધી હતી અને રવિવારે સવારે તેનું મોત નિપજ્યું. આ બાજુ ફ્રાન્સના રાષ્ટ્રપતિ ઈમેન્યુઅલ મેક્રોને કહ્યું કે સુરક્ષા કારણોસર AstraZeneca  ના ઉપયોગ પર અસ્થાયી રીતે રોક લગાવવામાં આવી છે. તેમણે કહ્યું કે આ રોક જ્યાં સુધી યુરોપિયન મેડિસિન એજન્સી તરફથી મત આપવામાં ન આવે ત્યાં સુધી ઓછામાં ઓછું મંગળવાર બપોર સુધી ચાલુ રહેશે.

 


સ્પેને કહ્યું કે તેઓ બે અઠવાડિયા માટે રસીના ઉપયોગને રોકી રહ્યા છે જ્યાં સુધી વિશેષજ્ઞ રસીની સુરક્ષાની સમીક્ષા ન કરી લે. આ બાજુ જર્મનીએ પણ સોમવારે કહ્યું કે લોહી જામી જવાના રિપોટ્ર્સ બાદ એસ્ટ્રાજેનેકાના ઉપયોગને હાલ રોકી દેવાયો છે. અત્રે જણાવવાનું કે જર્મની યુરોપ્નો સૌથી મોટો દેશ છે જેણે આ રસી પર રોક લગાવી છે. જ્યારે કંપ્નીનું કહેવું છે કે તેમની રસી સંપૂર્ણપણે સુરક્ષિત છે. AstraZeneca  એ એક નિવેદન બહાર પાડીને કહ્યું કે વિભિન્ન દેશોમાં 17 મિલિયનથી વધુ લોકોને રસી આપવામાં આવી છે અને લોહી જામી જવાના માત્ર 37 રિપોર્ટ સામે આવ્યા છે. કંપ્નીએ વધુમાં કહ્યું કે તેના કોઈ પુરાવા નથી કે રસીથી લોહીના ગઠ્ઠા જામી જવાનું જોખમ વધી જાય છે.

 


વિશ્વ આરોગ્ય સંગઠન અને યુરોપીયન સંઘની યુરોપિયન મેડિસિન્સ એજન્સીએ પણ કંપ્નીના દાવાનું સમર્થન કરતા કહ્યું કે હાલના આંકડા એ નથી જણાવતા કે લોહીના ગઠ્ઠા જામી જવા અને રસી મૂકવા વચ્ચે કોઈ સંબંધ છે. આ બધા વચ્ચે યુરોપીયન સંઘની ઔષધિ નિયામક એજન્સીએ AstraZeneca  અંગે વિશેષજ્ઞોના તારણોની સમીક્ષા માટે ગુરુવારે એક બેઠક બોલાવી છે. બ્રિટિશ સ્વીડિશ દવા કંપ્ની AstraZeneca  અને બ્રિટનના દવા નિયામકે કહ્યું કે કોરોના 9થી સુરક્ષા માટે  ની સાથે મળીને ઓક્સફોર્ડની રસી સુરક્ષિત છે.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  99251 12230  

View News On Application
RELATED NEWS
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)
Covid amongst kids
  • May 10, 2021