કોરોનાની કામગીરી સાથે જોડાયેલા કર્મચારીઓનું મોત થાય તો પરિવારને ૨૫ લાખની સહાય

  • April 07, 2020 03:04 PM 644 views

કોવિડ–૧૯ સ્થિતિમાં કાર્ય કરતા સરકારના તમામ કર્મચારીઓ જો કોરોનાથી સંક્રમીત થઈને અવસાન થાય તો તે સરકારી કર્મચારીના પરિવારજને રૂપિયા ૨૫ લાખનું વળતર આપવાનો નિર્ણય લેવાયો છે. અગાઉ મહેસુલ, આરોગ્ય, પોલીસ અને નગરપાલિકા, મ.ન.પા.ના કર્મચારીઓ, સસ્તા અનાજના દુકાનદારો અન્ન ના.પુ.ને આવરી લીધા હતા. ગુજરાત સરકારના કરાર આધારીત અને ફિકસ પગારદારો જે કોરોનાના કામગીરી જોડાયેલ હોય તે તમામને લાભ મળશે.


મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી દ્રારા લેવામાં આવેલા આ નિર્ણયને પરિણામે રાય સરકારના કોઈપણ કર્મચારી કોરોનાની ફ્રન્ટલાઈનની કામગીરી કરતા હશે તો તેને આવરી લેવામાં આવશે.
વડાપ્રધાન કિસાન યોજના અન્વયે ખેડૂત ખાતેદારોને વાર્ષિક રૂપિયા ૬૦૦૦ ઈનપુટ સહાય આપવામાં આવે છે. તે તમામને એપ્રિલ મહિનાની ઈનપુટ સહાય રૂપિયા ૨૦૦૦ એડવાન્સ ચૂકવી દેવામાં આવી છે. જેનો રાયના ૪૦ લાખ ખેડૂત, ખાતેદારોને લાભ થયો છે. પરિણામે રાયના ખેડૂતોના ખાતામાં ૮૦૦ કરોડની રકમ જમા થઈ જવા પામી છે. રાયમાં શાકભાજીની કુલ આવક ૧,૧૪,૧૬૬ કવિન્ટલ, ફળની આવક ૨૦૮૦૭ કવિન્ટલ અને દૂધની આવક ૪૭,૪૪,૦૦૦ લિટર થઈ છે. આ દૂધમાં સવા છ લાખ લિટર દૂધ ખાનગી દૂધ ઉત્પાદકોનું છે.


અમદાવાદની જમાલપુર માર્કેટ જેતલપુર મંડી ખાતે ચાલુ થઈ ગયું છે. સુરત એપીએમસી બધં કરવામાં આવી હતી. જેની ગોઠવણ થઈ જતાં આવતીકાલથી શાકભાજીનું વિતરણ સરળતાથી થશે.
રાયમાં આવશ્યક ચીજવસ્તુનો પુરવઠો જાળવવા માટે ૨,૬૦,૭૯૦ પાસ ઈસ્યુ કરવામાં આવ્યા છે. ગઈકાલે ૬૬૮૦૦૦ ફડ પેકેટનું વિતરણ રાય સરકાર દ્રારા અને સામાજિક સંગઠનો દ્રારા કરવામાં આવ્યું છે.

 


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  9978984740  

View News On Application